બોલિવૂડ

એરપોર્ટ પર અનુષ્કા લથડિયા ખાતો વિડીયો વાયરલ થયો

પાવરફુલ કપલ્સમાં સામેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એરપોર્ટ પર જાેવા મળ્યા. જ્યાં અનુષ્કા શર્માની અજીબ હરકતો ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ થઈ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરનો છે. આ દરમિયાન અનુષ્કા શર્મા પોતાના અલગ જ મૂડમાં જાેવા મળી હતી. આવી સ્થિતિમાં ફેન્સની સાથે સાથે વિરાટ પણ હેરાન જાેવા મળ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે, અનુષ્કા બાળકો જેવી હરકતો કરી રહી છે અને વિરાટ તેને સંભાળતો જાેવા મળે છે અને તેનું માસ્ક પણ પડી જાય છે.

એરપોર્ટ લુકમાં બંને સેલેબ્સ કૂલ લુકમાં જાેવા મળ્યા હતા. વિરાટ કોહલીએ શોર્ટ્‌સમાં કેપ પહેરીને ફંકી લુક કેરી કર્યો હતો, જ્યારે અનુષ્કા શર્માએ પણ ફંકી જીન્સ અને ટીશર્ટ પહેરી હતી. બંનેએ વ્હાઈટ કલરના શૂઝ પહેર્યા હતા. હંમેશાંની જેમ આ વખતે પણ કપલે પોતાની કેમિસ્ટ્રીથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ પછી વિરાટે પરિસ્થિતિને સંભાળતા અનુષ્કા સાથે પોઝ આપ્યો અને પછી તેને કારમાં બેસવાનું કહ્યું. આ દરમિયાન વિરાટ કોહલીના ચહેરા પર ગુસ્સાના હાવભાવ પણ સ્પષ્ટ જાેવા મળે છે. વિરાટ અનુષ્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે, નેટીઝન્સ અનુષ્કાના આ વલણ પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે વિરાટ કોહલીને જેન્ટલમેન કહી રહ્યા છે. વિરાટ અનુષ્કાના આ વીડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં જાેવા મળશે. આ ફિલ્મ આવતા મહિને સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનુષ્કા મહિલા સ્પોર્ટ્‌સપર્સન ઝુલન ગોસ્વામીના રોલમાં જાેવા મળશે. આ સિવાય એક્ટ્રેસ ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે.

Related Posts