એરો ઈન્ડિયા ૨૦૨૩’ના બજરંગબલીની તસવીર સાથે આ એરક્રાફ્ટ છે હાલ ચર્ચામાં..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સવારે લગભગ ૧૦ વાગ્યે બેંગલુરુના યેલહનકામાં એરફોર્સ સ્ટેશન ખાતે ‘એરો ઈન્ડિયા ૨૦૨૩’ની ૧૪મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. એશિયાના સૌથી મોટો એરો શો ડિઝાઈન નેતૃત્વમાં દેશની પ્રગતિ, યૂએવી ક્ષેત્રમાં વૃદ્ધિ, ડિફેન્સ સ્પેસ અને ભાવિ ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. એરો ઈન્ડિયાની ૧૪મી આવૃત્તિ સોમવારે એરફોર્સ સ્ટેશન, યેલાહંકા, બેંગલુરુ ખાતે શરૂ થઈ હતી. આ એર શો પાંચ દિવસ ચાલશે. ૐન્હ્લ્-૪૨ સૌથી વધુ ચર્ચિત શો હતો. તેની પૂંછડી પર હનુમાનજીની તસવીર હતી. આ સાથે એક મેસેજ પણ લખવામાં આવ્યો છે – ધ સ્ટ્રોમ ઈઝ કમિંગ.
મોદીને સંબોધતા તેમણે કહ્યું કે પહેલા તે માત્ર એર શો હતો, પરંતુ હવે તે એક બળના રૂપમાં આપણી સામે આવી રહ્યો છે. આ ભારત માટે નવી ઊંચાઈનો સંકેત છે. આ નવી શક્યતાઓનું સર્જન કરશે. કોરોનાકાળ પછી પહેલીવાર દર્શકો પણ આ શોમાં ભાગ લઈ રહ્યા છે. ૧૩ થી ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શોમાં મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ યોજનાને અનુરૂપ સ્વદેશી ટેક્નોલોજીના પ્રદર્શન અને વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આઈઆઈટી-મદ્રાસમાં ૨૦૧૭માં બનેલા સ્ટાર્ટઅપે આ ફ્લાઈંગ ટેક્સી બનાવી છે. ઈ-પ્લેન કંપનીના સ્થાપક પ્રો. સત્ય ચક્રવર્તી છે.
આ ટેક્સી ૨ સીટર છે અને તેનું વજન ૨૦૦ કિલો છે. તેની રેન્જ વિશે વાત કરીએ તો, આ સંપૂર્ણ ઈલેક્ટ્રિક ટેક્સી સિંગલ ચાર્જ પર ૨૦૦ કિલોમીટર સુધી ઉડી શકે છે. આ ટેક્સીની ખાસિયત એ છે કે તે ઊભી રીતે ટેકઓફ કરી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ આયોજન બીજા કારણથી ખૂબ જ ખાસ છે. આ કર્ણાટક જેવા રાજ્યમાં થઈ રહ્યું છે જે ટેક્નોલોજીની દુનિયામાં વિશેષ નિપુણતા ધરાવે છે. આ આયોજન એરોસ્પેસ અને ડિફેન્સના ક્ષેત્રે નવી તકો ઊભી કરશે. કર્ણાટકના યુવાનો માટે નવી સંભાવનાઓ ઊભી થશે.
Recent Comments