fbpx
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં લેવાયો મોટો ર્નિણય બરતરફ કરાયેલા તમામ કેબિન ક્રૂ સભ્યોને પાછા લેવા માટે એરલાઈને સહમતી દર્શાવી

બે દિવસ અગાઉ એર ઈન્ડિયા એક્સપ્રેસ ના કેબિન ક્રૂ સભ્યોનું એક જુથ બીમાર હોવાનું કહ્યું રજા પર ઉતર્યું હતું. તેના કારણે એર ઈન્ડિયા એક્સપ્રેસની ૭૦ થી વધુ ફ્‌લાઈટ્‌સ રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં આશરે ૨૫ વધુ સભ્યોને બળતરફ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં આ તમામ મામલાનું સમાધાન આવી ગયું છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં એરલાઈ દ્વારા તમામ બરતરફ કરાયેલા કેબિન ક્રૂ સભ્યોને ફરીથી પાછા લેવા માટે સંમત્તી દર્શાવી છે. તમામ કેબિન ક્રૂ સભ્યોને તાત્કાલિક પાછા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે કર્મચારીઓ પણ કામ પર પાછા ફરવા સંમત થયા છે. મુખ્ય શ્રમ આયુક્ત દ્વારા બપોરે ૨ વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ મેનેજમેન્ટ અને વિરોધ કરી રહેલા ક્રૂઓ વચ્ચે બેઠક થઈ હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસે ‘સિક લીવ’ પર ગયેલા કર્મચારીઓને ટમિર્નેશન લેટર આપવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાએ આવા કર્મચારીઓને ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા અને નિમણૂકના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત માનીને બરતરફીની નોટિસ આપી હતી.
આ કર્મચારીઓના હડતાલ પાછળનું કારણ રોજગારની શરતો હતી. આ તમામ કર્મચારીઓ નવી શરતનો વિરોધ કરી રહ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ દ્વારા વિરોધ કે વિદ્રોહનો આ પહેલો કિસ્સો નથી. ગયા મહિને, એર ઇન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આરોપ લગાવ્યો હતો કે એરલાઇન નું મેનેજમેન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી અને કર્મચારીઓ સાથેના વ્યવહારમાં સમાનતાનો અભાવ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન નામના રજિસ્ટર્ડ યુનિયને એવો પણ આક્ષેપ કર્યો હતો કે મામલાના ગેરવહીવટ જોવા મળ્યો છે.

Follow Me:

Related Posts