ગુજરાત

એલઆરડી ભરતી માટે ૧૧ લાખ ૭૫ હજાર લોકોની અરજી

ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨ જગ્યા માટે ભરતી થશે.જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ જગ્યા માટે થશે ભરતી થશે.. તો જીઇઁ કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે.જીઇઁ સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે ૧,૯૮૩ જગ્યા અનામત રાખવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોકરક્ષક દળ (ન્ઇડ્ઢ)ની ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. લોકરક્ષક દળ ભરતીનો મામલે છડ્ઢય્ઁ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. જેમાં ન્ઇડ્ઢની ૧૦,૪૫૯ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી પ્રક્રિયામાં ૯ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.જે અંતર્ગત ૨૫ ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે.ન્ઇડ્ઢની આ ભરતી માટે રેકોર્ડ બ્રેક ૧૧ લાખ ૭૫ હજાર અરજીઓ થઇ છે, જેમાંથી ૯ લાખ ૧૦ હજારની અરજી સ્વીકારાઇ છે. ન્ઇડ્ઢ ભરતી માટે આજે ૯ નવેમ્બરે છેલ્લો દિવસ છે અને રાત્રે ૧૨ વાગ્યા સુધી અરજી કરી શકાશે. જેની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે.

Related Posts