fbpx
રાષ્ટ્રીય

એલન મસ્કની જાહેરાત, ટિ્‌વટરમાં ગ્રે ટીક આવશે!, હજુ તો બીજું ઘણું બાકી છે

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને સેલ્ફ-ડિસ્ક્રાઇબ્ડ “ટિ્‌વટર કમ્પ્લેઇન્ટ હોટલાઇન ઓપરેટર”એ બુધવારે જાહેરાત કરી હતી કે સોશિયલ મીડિયા જાયન્ટ ટ્રાયલ અને એરરના આધારે આગામી મહિનાઓમાં ઘણી બધી ડમ્બ વસ્તુઓ કરશે. મસ્કે ટ્‌વીટ કર્યું હતું કે, ” સોશિયલ મીડિયા જાયન્ટ ટિ્‌વટર આગામી મહિનાઓમાં ટ્રાયલ અને એરરના આધારે ઘણી વસ્તુઓ કરશે, જે જાણીને લોકો દંગ રહી જશે. મસ્કે ટ્‌વીટ કર્યું, “કૃપા કરીને નોંધ લો કે ટિ્‌વટર આગામી મહિનાઓમાં ઘણી બધી મૂર્ખતાભરી વસ્તુઓ કરશે. તે ઘણા પ્રયોગો કરશે. અમે જે કાર્ય કરે છે તે રાખીશું અને જે નથી કરતું તે બદલીશું. ફરિયાદ હોટલાઇન ઓપરેટર ઓનલાઇન છે! કૃપા કરીને નીચે તમારી ફરિયાદોનો ઉલ્લેખ કરો.” ટિ્‌વટર ડીલ પૂરી કર્યા બાદ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની કામગીરીને અસર કરતા અવનવા ર્નિણયોનો ધમધમાટ શરૂ કર્યો છે. ટિ્‌વટરના રોજના લાખો એક્ટિવ યુઝર્સ છે. ભારત સરકારની ઘણી સંસ્થાઓના ટિ્‌વટર હેન્ડલ્સ પર ‘ઓફિશિયલ’ લેબલ જાેવા મળ્યું હતું.

જેમ કે વડાપ્રધાન કાર્યાલય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટિ્‌વટર એકાઉન્ટ અને રક્ષામંત્રી રાજનાથ સિંહના ટિ્‌વટર એકાઉન્ટ પર પણ ‘ઓફિશિયલ’ લેબલ જાેવા મળ્યું હતું. ‘ઓફિશિયલ’ લેબલ ટિ્‌વટરના કાયદેસર એકાઉન્ટ્‌સ અને તેમના બ્લુ ટિક માટે ચૂકવણી કરતા લોકો વચ્ચેની મૂંઝવણને મર્યાદિત કરવા માટે બીજું વેરિફિકેશન લેબલ રજૂ કરવાના ર્નિણય સાથે સુસંગત હતું. અગાઉ, ટિ્‌વટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે ટિ્‌વટર પર કહ્યું હતું કે, ઘણા લોકોએ પૂછ્યું છે કે તેઓ બ્લુ ટિકવાળા ટિ્‌વટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ અને ‘ઓફિશીયલી’ વેરિફાઇડ એકાઉન્ટ્‌સ વચ્ચે કેવી રીતે તફાવત કરશે. ન્યૂયોર્ક પોસ્ટે આપેલા અહેવાલ અનુસાર, ટિ્‌વટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે જણાવ્યું હતું કે વેરિફાઈડ એકાઉન્ટ્‌સ હવે તેમના યુઝરનેમની નીચે “ઓફિશિયલ” લેબલ સાથે આવશે, જે ગ્રે વેરિફિકેશન ચેકમાર્ક સાથે હશે. તેમણે કહ્યું હતું કે, આ લેબલ યુઝર્સને ઓફિશિયલ એકાઉન્ટ્‌સ અને ટિ્‌વટર બ્લુ સબ્સ્ક્રિપ્શન વચ્ચેનો તફાવત જાણવામાં મદદ કરશે, જે અગાઉ વેરિફાઇડ એકાઉન્ટ્‌સ માટે ઉપયોગમાં લેવાતા બ્લુ ચેકની જગ્યા લઈ રહ્યું છે.

ન્યૂયોર્ક પોસ્ટે ક્રોફોર્ડને ટાંકીને જણાવ્યું હતું કે, “અગાઉ વેરિફાઇડ તમામ એકાઉન્ટ્‌સને ‘ઓફિશિયલ’ લેબલ મળશે નહીં અને લેબલ ખરીદી માટે ઉપલબ્ધ નથી.” તેણીએ ઉમેર્યું કે, સત્તાવાર પેજને “સરકારી એકાઉન્ટ્‌સ, કોમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર્સ, મેજર મીડિયા આઉટલેટ્‌સ, પબ્લિશર્સ અને કેટલાક પબ્લિક ફીગર” માટે નિયુક્ત કરવામાં આવશે. રોઇટર્સના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ દરમિયાન એલોન મસ્કની નેટવર્થ ૨૦૦ અબજ અમેરિકન ડોલરથી નીચે આવી ગઈ છે, કારણ કે વિશ્વની સૌથી મૂલ્યવાન ઇલેક્ટ્રિક-વાહન ઉત્પાદકના ટોચના એક્ઝિક્યુટિવ અને સૌથી મોટા શેરહોલ્ડર ટિ્‌વટર પર વધુ વ્યસ્ત હોવાની આશંકાને કારણે રોકાણકારોએ ટેસ્લાના શેરને છોડી દીધા હતા. આ વર્ષે અત્યાર સુધીના ડેટા દર્શાવે છે કે ટેસ્લાના શેરમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Follow Me:

Related Posts