fbpx
રાષ્ટ્રીય

એલન મસ્કે ટ્‌વીટ કર્યું ‘ટેસ્લા ટિ્‌વટર = ‘ટિ્‌વઝ્‌લર’

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કને કોણ જાણતું નથી. તે સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે. મસ્કને માત્ર તે વાત ખાસ બનાવતી નથી કે તે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે, પરંતુ તેની સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ વાયરલ થતી રહે છે. ટિ્‌વટર સાથે એલન મસ્કનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. એલન મસ્કે ટિ્‌વટરની સાથે પોતાની ડીલને કેન્સલ કરી દીધી છે. અત્યાર સુધી તો તે માહિતી છે કે એલન મસ્કે ટિ્‌વટર ખરીદ્યું નથી. પરંતુ ૩૦ જુલાઈએ તેમના દ્વારા કરવામાં આવેલા એક ટ્‌વીટે ફરી લોકોને વિચારમાં મુકી દીધા છે.

એલન મસ્કે ટ્‌વીટ કર્યુ- ‘ટેસ્લા ટિ્‌વટર= ‘ટિ્‌વઝ્‌લર’ હવે એલન મસ્કના આ ટ્‌વીટનો શું અર્થ કાઢવામાં આવે? ઘણા લોકોને લાગી રહ્યું છે કે જલદી ટેસ્લા અને ટિ્‌વટરનો વિલય તવાનો છે. કારણ કે મસ્કના આ ટ્‌વીટથી તો તેવા સંકેત મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે ૪૪ બિલિયન ડોલરના સોદાને રદ્દ કરવાને લઈને વિશ્વના ધનીક વ્યક્તિ મસ્ક વિરુદ્ધ કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. હવે બંને વચ્ચે કાયદાકીય લડાઈ ૧૭ ઓક્ટોબરથી શરૂ થશે. અમેરિકી ન્યાયાધીશે આ હાઈ પ્રોફાઇલ કેસની ટ્રાયલની તારીખ નક્કી કરી છે. ટેસ્લાના માલિક એલન મસ્કે ટિ્‌વટરને ખરીદવા માટે ૪૪ બિલિયન ડોલરની રજૂઆત કરી હતી, પરંતુ બાદમાં આ ડીલને રદ્દ કરી દેવામાં આવી. તેમણે કારણ આપ્યું કે ટિ્‌વટર પર મોટી માત્રામાં સ્પૈમ કે બોટ્‌સ એકાઉન્ટ છે, જેની જાણકારી તેમને આપવામાં આવી નથી.

Follow Me:

Related Posts