fbpx
રાષ્ટ્રીય

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો

ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારા બાદ દિલ્હીમાં ૧૯ કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત ૧૦૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર્સ વધી ગઈ છે અને તે ૨,૧૦૧ રૂપિયા થઈ ગઈ છે. જાેકે ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. દિલ્હી અને મુંબઈમાં ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ૮૯૯.૫૦ રૂપિયા છે. કોલકાતામાં તે ૯૨૬ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૫.૫૦ રૂપિયામાં મળી રહ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ વર્ષના અંતિમ મહિના ડિસેમ્બરના પહેલા દિવસે જ સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક મોટો ઝાટકો આપ્યો છે. હકીકતે સરકારી તેલ કંપનીઓએ ૧ ડિસેમ્બરના રોજ એલપીજી ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ૧૯ કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત ૧૦૦ રૂપિયા સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સમીક્ષા બાદ એલપીજી ગેસની કિંમતોમાં ફેરફાર કરે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી તમે તમારા શહેરનો એલપીજી સિલિન્ડરનો ભાવ જાણી શકો છો.

Follow Me:

Related Posts