એલસીબીએ ગોધરા સરદારનગર ખંડ પાસે ચોરીનો મોબાઈલ વેચતા ઇસમને દબોચ્યો
ગોધરાના સરદારનગર ખંડ પાસે એક શંકાસ્પદ ઈસમ મોબાઈલ ફોન લઈ આવી મોબાઇલ ફોન વેચવાનો છે તેવું અવરજવર કરતા માણસોને રોકી કહેતો હતો. તેવી બાતમી એલસીબી શાખાને મળી હતી. બાતમીના આધારે શંકાસ્પદ રીતે મોબાઈલ ફોનનું વેચાણ કરતા ઈસમને દબોચી લઈને વધારે તપાસ હાથ ધરી હતી. આ બનાવ સંદર્ભે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી એ મિલકત સંબંધી ગુનાઓ તથા વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવા અને વણ શોધાયેલા મિલકત સંબંધની ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ એલસીબી શાખાના પીઆઈ જે એન પરમારને આપી હતી. ગોધરાના સરદાર નગર ખંડ પાસે અજય સરવનભાઈ બાવરી રહે. પથ્થરતલાવડી ગોધરાનો એક મોબાઇલ ફોન શંકાસ્પદ હાલતમાં લઈને આવતા જતા માણસોને મોબાઇલ ફોન વેચવા માટે કહેતો હતો.
તેવી બાતમી એલસીબી શાખાના પી.એસ.આઇ.એમ એમ ઠાકોર અને એસ આર શર્મા અને એલસીબી સ્ટાફના માણસોએ સરદાર નગર ખંડ પાસે અજય સરવનભાઈ બાવરીને દબોચી લઈને એલસીબી શાખા લઈ જઈ વધારે તપાસ કરતા આરોપી અજય સરવનભાઈ બાવરીએ કબુલાત કરી હતી કે ૧૫ દિવસ અગાઉ ભૂરાવાવ ચોકડી ગુરુદ્વારા પાસે રાત્રિના સમયે એક્ટિવા ગાડીની ડીકીમાંથી સેમસગ કંપનીનો મોબાઇલ ફોન ચોરી કરી હતી. જેની કિંમત ૪૫ હજાર હતી જેનો ગુનો એલસીબી શાખાએ ડિટેકટ કર્યો હતો.
Recent Comments