બોલિવૂડ

એલ્વિશ યાદવ બાદ સિંગર ફૈઝલપુરિયા પોલીસના સકંજામાં… ફૈઝલપુરિયાને નોટિસ મોકલી

બિગ બોસ ઓટીટી ૨નો વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલી ઓછું થવાનું નામ લઈ રહી નથી. રેવ પાર્ટીમાં સાપનું ઝેર લેવાના મામલામાં ફસાયો છે. ત્યારબાદ ફૈઝલપુરી પર પણ નજર રાખી રહી છે. ૫ મહિના પહેલાના જૂના કેસમાં નોઈડા સેક્ટર ૪૯ પોલીસ સ્ટેશન તરફથી નોટિસ જાહેર કરવામાં આવી છે. એલ્વિશ યાદવ અને ફૈઝલપુરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેના પર પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી પરંતુ કોઈ એક્શન લેવામાં આવ્યું ન હતુ. હવે જ્યારે એલ્વિશ યાદવનો કેસ સામે આવ્યો છે. ત્યારે ફરી એક વખત પોલીસ ફૈઝલપુરિયા પર નિશાન તાંકવાની તૈયારીમાં છે.. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એલ્વિશ યાદવ અને ફૈઝલપુરિયા જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન સાપ સાથે વીડિયો જાેવા મળી રહ્યો છે.

આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પરંતુ કોઈ પુછપરછ થઈ ન હતી.હવે ફૈઝલપુરિયાને આ મામલે નોટિસ મોકલવામાં આવી છે અને તેમને પુછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.ફૈઝલપુરિયાની વાત કરવામાં આવે તો તે એક સિંગર છે. તે બોલિવુડ ફિલ્મ કપુર એન્ડ સન્સના ગીત લડકી બ્યુટીફુલ કર ગઈ ચુલથી ચર્ચામાં આવ્યો હતો. આ ગીત ખુબ ફેમસ થયું હતુ.. એજેન્ટ રાહુલ યાદવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે રેવ પાર્ટી એલ્વિશ યાદવ અને સાપના ઝેરનો ઉલ્લેખ વારંવાર કરી રહ્યો છે. આ મામલે હવે આ ઓડિયા પર વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. ત્યારથી ફૈઝલપુરિયાની પણ મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે.અગાઉ પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ હવે કડીઓ જાેડાઈ જતાં મામલો ફૈઝલપુરિયા સુધી પણ પહોંચી ગયો છે. ફૈઝલપુરિયાની વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અનેક બોલિવુડ પ્રોજેક્ટનો ભાગ પણ રહી ચૂક્યો છે.

Related Posts