ગુજરાત

એલ. જે. યુનિ.માં નક્કી કરવામાં આવેલ ફી થી વધારે લેવાતા વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસનો ઘેરાવ કર્યો

જુલાઇ મહિનામાં ફી રેગ્યુલેશન કમિટી ટેકનીકલ દ્વારા ખાનગી યુનિવર્સિટી અને કોલેજાેમાં ફી વધારો આપવામાં આવ્યો છે. આ ફી વધારામાં ગત વર્ષની પણ ફી વધારવામાં આવી છે. જેના કારણે એલ. જે. યુનિવર્સિટી દ્વારા સ્ઝ્રછના વિદ્યાર્થીઓ પાસે આ વર્ષ ઉપરાંત ગત વર્ષના વધારાની ફી પણ લેવામાં આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસની બહાર સીડીમાં બેસીને ફી વધારા મામલે વિરોધ કર્યો હતો. જાેકે, હ્લઇઝ્ર દ્વારા ગત વર્ષની ફી આ વર્ષે વધારવામાં આવતા સમસ્યા ઊભી થઈ છે.

રાજ્યભરમાં આવેલી ૧૦૧ ખાનગી કોલેજ અને યુનિવર્સિટી દ્વારા હ્લઇઝ્રમાં ફી વધારા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. હ્લઇઝ્ર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૦૨૬ સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. ગત વર્ષની પણ ફી વધારવામાં આવતા સરખેજમાં આવેલી એલ. જે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષની ફી સાથે ગત વર્ષની પણ ફી વધારીને આ વર્ષે માંગવામાં આવી હતી. ફી વધારા મામલે વિદ્યાર્થીઓ દ્વારા એક મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે.સ્ઝ્રછના સેમેસ્ટર ૩ના વિદ્યાર્થીઓ પાસે ૪૬ હાજર ફીમાં હ્લઇઝ્ર દ્વારા મળેલો ૧૦ હજાર રૂપિયા ફી વધારો એટલે ૫૬,૦૦૦ અને સેમેસ્ટર ૧ અને ૨માં પણ ફીમાં વધારો મળ્યો છે. એટલે બીજા ૨૦,૦૦૦ એમ કુલ ૩૦ હજાર રૂપિયા ફીમા વધારો લેવામાં આવી રહ્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ આ અંગે કોલેજને રજૂઆત કરી તી, પરંતુ એફઆરસીનો ઓર્ડર મોડો આવ્યા હોવાથી કોલેજ દ્વારા ફી વધારો લેવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓ દ્વારા એલ. જે. યુનિવર્સિટીના ડાયરેક્ટર મનીષ શાહની ઓફિસની બહાર સીડીમાં બેસીને હાથમાં બેનર સાથે સૂત્રચાર કરવામાં આવ્યા હતા. ૩૦૦થી વધારે વિદ્યાર્થીઓ ફી ઘટાડાની માંગ સાથે સૂત્રોચાર કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે દ્ગજીેંૈંના કાર્યકરો અને આગેવાનો પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતા. ડાયરેક્ટર અને યુનિવર્સિટી વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા.આ અંગે એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે જ્યારે એડમિશન લીધું ત્યારે અમને જણાવવામાં નહોતું આવ્યું કે તમારી ફી આ રીતે વધારવામાં આવશે. પરંતુ ત્રીજા સેમેસ્ટરમાં અચાનક જ ફી વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉના એક વર્ષની પણ ફી લેવામાં આવી રહી છે. તેથી અમારી માંગ છે કે, અમારી ફી ઓછી કરો, અમે આટલી ફી નહીં ભરીએ. ૪૨ હજારથી ૪૮ હજાર ફી હતી, જેમાં ૧૦ હજારનો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે ૭૬ હજાર ફી લેવામાં આવે છે.

આ બાબતે બીજી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, ફી વધારો એડમિશન લીધું ત્યારે નહોતો. અત્યારે ફી વધારી છે, જેમાં આગળના વર્ષની પણ વધારવામાં આવી છે. ૧.૯૨ લાખ બે વર્ષની ફી હતી, જેમાં ૫૫ હજારનો વધારો કરવામાં આવ્યું છે. અમે ભણી ચૂક્યા તે ફી કેવી રીતે વધારે આપીએ. દ્ગજીેંૈંના નેતા દક્ષ પટેલે જણાવ્યું હતું કે, અમે ફી વધારા મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં છીએ. એલ. જે.માં અલગ-અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જેમાં અનેક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી નથી. ત્યારે અચાનક આટલો મોટો ફી વધારો કરવામાં આવે તો વિદ્યાર્થીઓએ કેવી રીતે ફી ભરી શકે. અમે ડાયરેક્ટરને ઉગ્ર રજૂઆત કરી છે.

અને જાે હજી પણ કોલેજ દ્વારા ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું. એલ. જે. યુનિવર્સિટીના ડાયરેકટર મનીષ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ફીમાં વધારો કરવામાં આવ્યો નથી. એફઆરસી દ્વારા ૩૦ જુલાઈએ ફી વધારાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં ગત વર્ષની ફીમાં પણ ૧૦,૦૦૦ જેટલો વધારો કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓ પાસેથી આ સેમ. ૩ની ૧૦ હજાર અને ગત વર્ષની ૨૦,૦૦૦ તે રીતે ફી લેવામાં આવી રહી હતી, પરંતુ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જેથી તેમને એફઆરસી અથવા સરકારને રજૂઆત કરવા જણાવ્યું છે. આ અંગે હ્લઇઝ્રની ભૂલ છે. સમયસર ફી વધારવામાં આવી હોત તો આ સમસ્યા ના થઈ હોત.

Related Posts