અમરેલી

એલ.સી.સી. ગ્રુપ લાઠી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર જનકભાઈ તળાવીયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી

લાઠી એલ.સી.સી. ગ્રુપ લાઠી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર જનકભાઈ તળાવીયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી.ભવાની સ્પોર્ટ્સ ક્લબ લાઠી ક્રિકેટ ગ્રાઉન્ડ માં એલ.સી.સી. ગ્રુપ લાઠી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું, આ ટુર્નામેન્ટમાં સાવરકુંડલા ઇલેવન અને લાઠી ઇલેવન વચ્ચે ક્રિકેટની ફાઇનલ મેચ રમવામાં આવી હતી, આ મેચમા મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયત સદસ્ય જનકભાઇ પી.તળાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે નગરપલીકા પ્રમુખ ભરતભાઈ પાડા, શહેર પ્રમુખ લાઠી અનીલભાઇ નાઢા, રાજુભાઇ ભુવા, દિલાભાઇ કોરેજા તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક અને ક્રિકેટ પ્રેમી યુવાન દોસ્તો આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ દર્શક મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ક્રિકેટની ફાઈનલ ટુર્નામેન્ટમાં લાઠી ઇલેવનની ટીમે પોતાનાં ઘર આંગણે ફાઇનલ મેચ જીતી ને ટ્રોફી પોતાનાં નામે કરી હતી.તે બદલ જનકભાઈ તળાવીયા દ્રારા વિજેતા થયેલી લાઠી ઇલેવન ટીમને ટ્રોફી આપવામાં આવી, ત્યાર બાદ એલ.સી.સી. ગ્રુપ લાઠી ક્રિકેટ ટુર્નામેન્ટ ના આયોજકો નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts