fbpx
બોલિવૂડ

એશા દેઓલનો ખુલાસો, કહ્યું- મારા પિતા ઘણા ‘પઝેસિવ’ અને ‘રૂઢિવાદી’ છે

બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના પિતા અને બોલીવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર તે બોલીવૂડમાં પ્રવેશ કરે એવું નહોતા ઇચ્છતા. તેણે તેના પિતાને ઘણા ‘પઝેસિવ’ અને ‘રૂઢિવાદી’ ગણાવ્યા હતા. તેમના હિસાબે યુવતીઓએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવું જાેઈએ.

એશા દેઓલે હાલમાં આવનારી ફિલ્મ ‘એક દુઆ’થી પ્રોડક્શનમાં ‘ડેબ્યુ’ કર્યું હતું. તે રામકમલ મુખરજી નિર્દેશિત ફિલ્મમાં નજરે પડશે. ભારત એશા ફિલ્મ્સ (બીઈએફ)ના બેનર હેઠળ એશા અને તેના વેપારી પતિ ભરત તખતાનીની પહેલી ફિલ્મ ‘એક દુઆ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

એશાએ કહ્યું, મારા પિતા નહોતા ઇચ્છતા કે હું ફિલ્મોમાં કામ કરું, તેઓ એને સલામતીની દ્રષ્ટિએ જાેતા હતા. તેઓ જાણતા હતા કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કામ કરે છે, પણ અમે એને સારી રીતે મેનેજ કર્યું અને અમે સફળ રહ્યા.
ગયા વર્ષે કપિલ શર્માના શોમાં એશાની માતા અને બોલીવૂડ

Follow Me:

Related Posts