એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઈનાન્સ પેઢીમાં આઈટીનું સર્ચ-ઓપરેશન
‘
એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે. ત્યારે અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના ૨૦૦થી વધુ અધિકારીઓ તપાસમાં જાેડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જાેઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે.અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે ૩૫થી ૪૦ જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે. અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સનાં નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Recent Comments