કલ્પના કરો કે, આપ એક વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને કોઈ મુસાફર અચાનક વિમાનનો દરવાજાે ખોલી નાખે તો, શું થાય. પણ આવું હકીકતમાં બન્યું છે. આ હચમચાવી નાખતી ઘટના શુક્રવારે દક્ષિણ કોરિયામાં ઘટી છે. મુસાફરો વિમાનના ઉડાન ભર્યા બાદ એક મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો. દરવાજાે ખોલતા જ વિમાનની અંદર હવા ભરાઈ ગઈ. જાે કે, આ મોટી દુર્ઘટના બાદ પણ વિમાન ચાલકોએ પોતાની સુઝબૂઝથી વિમાનને સુરક્ષિત રીતે ઉતારી દીધું. એરલાઈન અને સરકારી કર્મચારીઓએ તેની પુષ્ટિ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ વીડિયોને જે પણ જાેઈ રહ્યા છે, એક ક્ષણ માટે હચમચી જશે. દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલય અનુસાર, એશિયાના એરલાઈન્સ છ૩૨૧માં મુસાફરો સાથે આરોપી વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો. આ દરમ્યાન જ્યારે આરોપી વ્યક્તિએ દરવાજાે ખોલ્યો તો, લોકોએ તેને રોકવાની ભરપૂર કોશિશ કરી. તેમ છતાં તે નિષ્ફળ રહ્યો અને આંશિક રીતે દરવાજાે ખુલી ગયો.આ ભયાનક ઘટના બાદ એશિયાના એરલાઈન્સે જણાવ્યું કે, વિમાનમાં કુલ ૧૯૪ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન મુસાફરો સાથે દક્ષિણપૂર્વી શહેર દાએગૂથી દક્ષિણી દ્વિપ જેજુ જઈ રહ્યું હતું. હાલમાં આ ખબરની પુષ્ટિ થઈ નથી કે આ ઘટના બાદ દરવાજાે કેટલો સમય સુધી ખુલો રહ્યો હતો. પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઘટના દરમ્યાન અમુક મુસાફરો ભયંકર રીતે ડરી ગયા હતા. વિમાન સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યા બાદ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હાત. કહેવાય છે કે, આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.
એશિયાના એરલાઈન્સ છ૩૨૧ના મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો

Recent Comments