રાષ્ટ્રીય

એશિયા પર વધી રહી છે આર્થિક કટોકટી, વધી રહ્યું છે દેવું અને વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો

સમગ્રવિશ્વમાં વધી રહેલી મોંઘવારીને કારણે એશિયામાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ પર દેવાનો બોજ વધી રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં આ દેશો પર જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને પર દેવાનો બોજ વધ્યો હતો. જ્યારે આ પહેલા સતત ચાર ક્વાર્ટરમાં દેવાનો બોજ ઘટાડવાનો ટ્રેન્ડ હતો. એશિયાઈ દેશોની દેવાની સ્થિતિ વિશે નવીનતમ માહિતી અમેરિકન સંસ્થા- ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ (IIF)ના રિપોર્ટમાંથી પ્રાપ્ત થઈ છે.

બુધવારે જારી કરાયેલા આ રિપોર્ટ અનુસાર, ઉભરતી અર્થવ્યવસ્થાના દેશોમાં દેવાની રકમ હવે તેમના GDPના 252.4 % થઈ ગઈ છે. એક વર્ષ પહેલા આ આંકડો 250.2% હતો. સિંગાપોર સરકાર પર દેવું હવે વધીને GDPના 176.2 % અને ચીનમાં 76.2 % થઈ ગયું છે. ખાનગી ક્ષેત્રનું દેવું પણ વધ્યું છે. વિયેતનામની કંપનીઓ પર દેવું વધીને ત્યાં GDPના 107.9 ટકા થઈ ગયું છે. એક વર્ષ પહેલા આ આંકડો માત્ર 100.6 % હતો. બીજી બાજુ, હોંગકોંગમાં સ્થાનિક દેવું હવે GDPના 94.5 % છે.

IIF અનુસાર, જો આપણે સમગ્ર વિશ્વ પર નજર કરીએ તો, એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં, જાહેર અને ખાનગી દેવું જીડીપીના 349 % પર પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉભરતી અર્થવ્યવસ્થાઓના દેવાના બોજમાં ઝડપી વધારો ત્યાંના આર્થિક વિકાસ દરમાં ઝડપી ઘટાડાનું પરિણામ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે- ‘ખાસ કરીને ચીન અને યુરોપમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો અને ઉર્જા અને ખાદ્ય મોંઘવારીથી વધતો સામાજિક તણાવ ચિંતા વધારી રહ્યો છે. આ સ્થિતિમાં, એવી સંભાવના છે કે સરકારો વધુ દેવું લેશે.” ઉદ્યોગ સંસ્થાઓએ અનુમાન લગાવ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં GDP પર વૈશ્વિક દેવું 352 % સુધી પહોંચી જશે.

IIFએ ચેતવણી આપી છે કે, યુએસ ચલણ ડોલરનું મૂલ્ય સતત વધી રહ્યું હોવાથી ઉભરતી અર્થવ્યવસ્થાના દેશો માટે લોન મેળવવી વધુ મુશ્કેલ બની રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં આવા દેશો માત્ર 60 બિલિયન ડોલરના બોન્ડ્સનું વેચાણ કરી શક્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 105 બિલિયન ડોલર હતા. નિષ્ણાતોના મતે, શ્રીલંકા ડિફોલ્ટ થવાની આશંકાથી અને અન્ય ઘણા દેશો આમ કરવા માટે રોકાણકારો નબળા અર્થતંત્રના દેશોમાંથી બોન્ડ ખરીદવામાં રસ દાખવતા નથી.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એશિયાઈ દેશોના વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. જે દેશોમાં ફોરેક્સ રિઝર્વ છેલ્લા મહિનામાં સૌથી ઝડપથી ઘટી ગયું છે તેમાં થાઈલેન્ડ, મલેશિયા અને ભારત ત્રીજા નંબરે છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના સિંગાપોર સ્થિત અર્થશાસ્ત્રી દિવ્યા દેવેશે એશિયા ટાઈમ્સને જણાવ્યું કે, ઉભરતી અર્થવ્યવસ્થાઓના ફોરેક્સ રિઝર્વ 2008ની આર્થિક મંદી પછી સૌથી નબળા છે.

Follow Me:

Related Posts