fbpx
ગુજરાત

એસઆરપી જવાન ઉપર આભ તૂટ્યું, કોરોનાને કારણે ઘરના બે સભ્યો ગુમાવ્યા

ગોંડલ શહેરના એસ આર પી કોન્ટેબલ,તેનાં પિતા તથાં બહેનનું કોરોના કહેરથી એક જ દિવસે મોત નિપજતાં એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગોંડલ એસઆરપી ગૃપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ દોલતભાઇ સુર્યવંશી હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર હતા. તે દરમિયાન તબીયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું

બનાવની કરુણતાંએ છે કે, તેમનાં પિતા દોલતભાઇનું પણ તેમનાં વતન મહારાષ્ટ્રનાં બેટાવદ ગામે કોરોનાને કારણે આજે નિધન થવાં પામ્યું હતું. ઉપરાંત તેમનાં બહેન મંગલબેને પણ આજે જ કોરોનાને કારણે દમ તોડ્યો હોય એક જ પરીવાર ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવતા શોક છવાયો હતો. દોલતભાઇ ગોંડલ ખાતે એસ આર પીમાં ફરજ બજાવી તેમનાં વતનમાં નિવૃત્ત જીવન ગાળતાં હતા. જીતેન્દ્રભાઇ ગોંડલ ફરજ બજાવતાં હતાં. હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર હતા જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રનાં ભાષ્ટ ખાતે રહેતાં હતાં. કોરોના કાળ બની એકજ પરિવાર નાં પિતા,પુત્ર અને પુત્રી ને ભરખી ગયો હતો.

Follow Me:

Related Posts