બોલિવૂડ

એસએસ રાજામૌલીએ આગામી ફિલ્મ માટે મહેશ બાબુને ૨ વર્ષ માટે બુક કર્યો

મહેશ બાબુ સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીનો ફેમસ એક્ટર છે. તેને સાઉથની ફિલ્મ ઈન્ડ્‌સટ્રીનો રાજકુમાર કહેવામાં આવે છે. સાઉથની સાથે તે હિન્દી પટ્ટાના દર્શકોમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ જ કારણ છે કે હિન્દીના દર્શકો પણ તેને પડદા પર જાેવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે. જાેકે, મહેશ બાબુએ હજુ સુધી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું નથી. પરંતુ ટૂંક સમયમાં તે બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજામૌલીની પૈન ઈન્ડિયા ફિલ્મ સાથે દક્ષિણ અને હિન્દીના દર્શકો માટે ધમાકો કરવા જઈ રહ્યો છે. હાલ મહેશ બાબુ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસની ફિલ્મ જીજીસ્મ્ ૨૮ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે એસએસ રાજામૌલીની પૈન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગની તૈયારી શરૂ કરશે. આ માટે મહેશ બાબુએ તારીખ પણ ફાઈનલ કરી દીધી છે. રિપોર્ટ્‌સનું માનીએ તો મહેશ બાબુએ પૈન ઈન્ડિયા ફિલ્મ માટે ૨ વર્ષની બધી તારીખો આપી દીધી છે. મતલબ કે આ દરમિયાન મહેશ બાબુ અન્ય કોઈ ફિલ્મમાં જાેવા નહીં મળે.

તો બીજી તરફ મહેશ બાબુના ફેન્સે જીજીસ્મ્ ૨૮ માટે લાંબી રાહ જાેવી પડશે. બાહુબલીની સફળતા પછી, એસએસ રાજામૌલી ફરી એકવાર પેન ઈન્ડિયા ફિલ્મમાં કામ કરી રહ્યા છે, જેમાં આ વખતે તેમણે સાઉથ સ્ટાર મહેશ બાબુને લીધો છે. એસએસ રાજામૌલીની ફિલ્મો હિટ સાબિત થઈ રહી છે. રાજામૌલી તેમની ફિલ્મો પર સારી રીતે કામ કરે છે અને તેના માટે ઘણો સમય પણ લે છે. આ જ કારણ છે કે, આ સમગ્ર ભારતની ભાષાઓમાં રિલીઝ થવા માટે બની રહેલી ફિલ્મની તૈયારી માટે પણ એસએસ રાજામૌલીએ મહેશ બાબુ સાથે ૨ વર્ષની તારીખો ફાઈનલ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૩ના અંતમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે મહેશ બાબુ પહેલા, રાજામૌલીએ બાહુબલી માટે પ્રભાસને ૫ વર્ષ અને ઇઇઇ માટે રામ ચરણ અને જુનિયર એનટીઆરને ૩-૪ વર્ષ માટે બુક કરી લીધા હતા અને તમામ તારીખો ફાઈનલ કરી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર જાેરદાર હિટ રહી હતી.

Related Posts