એસઑજીએ હિંમતનગરમાંથી એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો શખ્સ ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરમાં એસઓજીએ પેટ્રોલિંગ દરમિયાન એનડીપીએસના ગુનામાં નાસતા ફરતો આરોપી ઝડપીને જાદર પોલીસને સોંપ્યો હતો. આ અંગેની વિગત એવી છે કે એસઓજીના સ્ટાફના કિરીટસિંહ રજનીકાંતસિંહ, ભાવેશકુમાર પસાભાઇ, અપેન્દ્ર્સિંહ નટવરસિંહ, દશરથભાઈ જેઠાભાઈ હિંમતનગરમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે જાદર પોલીસ સ્ટેશનામાં એસડીપીએસના ગુનામાં નાસતા ફરતા ભિલોડાના મલાસા ગામના ઋત્વિક પ્રવીણભાઈ પરમારને એસટી સ્ટેન્ડ આગળ રોડ પરથી ઝડપી લીધો હતો. આરોપીને ઝડપીને હિંમતનગર બી ડિવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. તો બી ડીવીઝન પોલીસે આરોપીને જાદર પોલીસને સોંપ્યો હતો.
Recent Comments