એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ
એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોને આપણી માતૃભાષા ના વિષયો પર અલગ અલગ રીતે શિક્ષકોએ સમજાવ્યા અને તેમાં બાળકોએ અલગ અલગ રીતે પોતે જેટલુ આવતુ હોય એટલો બાળકોએ પોતપોતાની રીતે પ્રવચન કર્યું માતૃભાષા વિશે જાણું ખૂબ જરૂરી છે જેથી આપણી આવનારી પેઢીઓ માતૃભાષા વિશે જાણે સમજે અને તેના વિષયો ઉપર થોડું બોલે આજે આપણું ફોરેન કલચર માં પરિવર્તન થયું છે જેથી માતૃભાષા અનિવાર્ય બન્યું છે
૨૧મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રાંત પ્રમાણે લોકો આ દિવસે વિવિધ રીતે ઉજવણી કરી માતૃભાષાની જાળવણી તથા ઋણ અદા કરે છે. એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી માતુ શ્રી આર.ડી. વરસાણી વિદ્યાલયના બાળકો તથા શિક્ષકોએ ગુજરાત તથા ગુજરાતી ભાષાનું મહત્વ ધરાવતા વિષયોનું વિવેચન તથા માહિતીની આપલે કરી અનોખી ઉજવણી કરી હતી. આ દિનને વિશેષ બનાવવા આચાર્યશ્રી મહેશભાઈ જોશીએ કવિ સર્જિત આપણી માતૃભાષાનું જીવનમાં સ્થાન અને મહત્વ ધરાવતા વાક્યો નાના બાળકો દ્વારા બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓએ દરેક વર્ગમાં માતૃભાષા ગુજરાતી વિશે માહિતી એકત્રિત કરી સોફ્ટ બોર્ડ પર લગાવી હતી
Recent Comments