fbpx
ગુજરાત

એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમા આગ, સાત લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યું કર્યું

અમદાવાદ શહેરના એસજી હાઇવેના બાલેશ્વર સ્કેવર બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આગ લાગતા બિલ્ડીંગમા કેટલાક લોકો ફસાયા હતા. બીજા માળે આગ લાગતા ત્રીજા અને ચોથા માળે લોકો ફસાઇ ગયા હતા..ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો..તો સાત લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યું કર્યુ હતુ.

Follow Me:

Related Posts