fbpx
ગુજરાત

એસટી નિગમ તહેવારો દરમિયાન રાજ્યમાં ૬૦૦ એક્સ્ટ્રા બસો દોડાવશે

રાજય માં કાલ થી શ્રાવણ માસ ચાલુ થયો છે મોટા ભાગના તહેવારો શ્રાવણ માં આવતા હોય છે . જેમાં લોકો મોટે ભાગે બહાર જતા હોય છે હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા વધારે ૬૦૦ એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય.

લોકો સામાન્ય રીતે રજાઓ અને તહેવારો દરમિયાન સોમનાથ, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરો મોટા પ્રમાણમાં જાય છે. જેના લીધે સ્પેરમાં રખાતી ૧૦ ટકા બસ પૈકીની ૬૦૦ જેટલી બસોને આ રૂટ પર એક્સ્ટ્રા મુકવામાં આવી છે. જન્માષ્ટમી, રક્ષાબંધન જેવા તહેવારોમાં આ બસોનું સંચાલન કરવામાં આવશે.

જેના કારણે એસટી દ્વારા આ તહેવારો અને તેની આસપાસનાં દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેથી નાગરિકોની સુવિધામાં તો વધારો થાય જ સાથે સાથે એસટી કોર્પોરેશનની આવકમાં પણ વધી શકશે.

Follow Me:

Related Posts