એસટી વિભાગને ૧૨૦૦ કરોડનું નુકસાન થયુંઃ એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જીવલેણ સાબિત થઈ હતી અને ત્યારબાદ મ્યૂકરમાઈકોસિસનો ખતરો મંડરાયો હતો. કોરોનાથી ગુજરાત એસટી વિભાગને ૧૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાનનો દાવો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય જી્ કર્મચારી મહામંડળે રાજ્યના સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. મહામંડળે પત્ર લખીને એક ખાસ પેકેજ ફાળવવા માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે કોરોનામાં જી્ વિભાગના ૧૩૦ કર્મચારીનાં મોત થયા હતા અને ૨૦૦૦થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. તેમાં મોટાભાગના ડ્રાઈવર અને કંડકટરનો સંક્રમિત હતા.
કોરોનામાં ગુજરાત એસટીને ૧૨૦૦ કરોડનું નુકસાન થયો હોવાનો દાવો કરાયો છે, ત્યારે ફરી એકવાર ગુજરાત એસટી કર્મચારી મહામંડળ મેદાનમાં આવ્યું છે અને કર્મચારીઓ માટે એક ખાસ પેકેજ ફાળવવા માટે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. તમને જણાવી દઈએ કે એસટી વિભાગના ૨૦૦૦ કર્મચારીઓમાંથી ૧૩૦ કર્મચારીઓએ પોતાનો જીવ કોરોનામાં ગુમાવ્યો છે. ત્યારે તેમના પરિવારને મદદરૂપ થવા માટે એસટી મહા મંડળ દ્વારા તેમની માંગણીઓને વાચા આપવામાં આવી છે. અગાઉ એસટી મહામંડળે કોરોનામાં મૃત્યું પામેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારે એસ.ટી મહામંડળના સભ્યોએ બેનર લઈને સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી હતી.
કોરોના મહામારી દરમિયાન પણ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેના માટે રાજ્યના અમુક રૂટ પર એસટી બસ ચાલું રાખવામાં આવી હતી. લોકડાઉન વખતે પણ પરપ્રાંતિયોને પોતાના વતન મોકલવા માટે એક શહેરમાંથી બીજા રાજ્યમાં પહોંચાડવા માટે ગુજરાત એસટી કાર્યરત હતી. આ સમયગાળા દરમિયાન પણ ડ્રાઈવર અને કન્ડકટર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જેથી તેમને આવા કપરાં સમયમાં યોગ્ય વળતર મેળવું જાેઈએ તેમ એસટી મહામંડળે સરકારને જણાવ્યું હતું.
એસટી મહામંડળના કર્મચારીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી કે કર્મચારીઓને કોરોના વોરિયરનું બિરુદ આપવામાં આવે. કારણ કે તેઓએ પણ જીવના જાેખમે કોરોનાકાળમાં ફરજ બજાવી છે અને તે દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા.
Recent Comments