એસપીઆરએટી નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીની ફરિયાદ પ્રેસિડન્ટ યુવતીએ કહેતો, ‘મારે પાર્ટનર જાેઈએ છે, જેની સાથે સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું’

શહેરના પાલડી વિસ્તારમાં આવેલી એસપીઆરએટી નામની સંસ્થાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ પૂર્વ મહિલા કર્મીએ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, સંસ્થાનો પ્રેસિડન્ટ હસન ઝોહર નામનો વ્યક્તિ તેની સાથે બીભત્સ વાતો કરતો હતો. આટલું જ નહીં તેને સેક્સ કર્યું છે કે, કેમ તેવી ગંદી વાતો કરતો હતો અને જ્યારે તે એકલો હોય ત્યારે હસ્તમૈથુન કરે તેવી અશ્લીલ વાતો પણ કરતો હતો. યુવતી એ આ વાતો ન કરવા કહેતા તેને કામમાં પજવણી કરાતી અને જ્યારે યુવતીએ કંટાળીને રાજીનામુ આપી દીધું તો યુવતીના ડોક્યુમેન્ટ તેને પરત અપાયા ન હતા. જેથી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ બિહારની અને હાલ ગાંધીનગરમાં રહેતી ૩૩ વર્ષીય યુવતી ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે. વર્ષ ૨૦૨૦ના ઓકટોબર માસમાં એસપીઆરએટી નામની એક સંસ્થામાં તેમને નોકરી માટે એપ્લાય કર્યું હતું. જેથી આ સંસ્થાના પ્રેસિડેન્ટ હસન ઝોહરે પાલડીમાં આવેલા રાજનગર કોમ્પ્લેક્સમાં આ સંસ્થાની હેડ ઓફિસ ખાતે ઇન્ટરવ્યૂ લીધું હતું. ત્યાં આ યુવતીની ફિલ્ડ વર્ક અને સોશ્યલ વર્ક ઓફિસર તરીકે નિમણૂક કરાઈ હતી. નિયમ મુજબ યુવતીને ૪૩ હજાર ભરવા જણાવવામાં આવ્યું હતું પણ તેની પાસે પૈસા ન હોવાથી તેણે તેના અસલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતાં.
બાદમાં શરૂઆતમાં હસન ઝોહરે આ યુવતીને તેની પોસ્ટની સાથે સાથે એચ.આરનું કામ પણ કરવાનું કહ્યું હતું. યુવતીએ મનાઈ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. બાદમાં આ હસને આ યુવતી જ્યારે ઓફિસ જતી ત્યારે તેની સાથે બીભત્સ વાતો કરતા અને તેનું અપમાન કરતા હતા. આ હસન યુવતીને “મારે કોઈ પાર્ટનર જાેઈએ છે, જેની સાથે હું સેક્સ્યુઅલ સંબંધ રાખી શકું”. આમ કહી અવારનવાર યુવતીને બાથ ભરી તેની છેડતી કરતો હતો.
Recent Comments