fbpx
ગુજરાત

એસપી સ્વામી,ઘનશ્યામ વલ્લભદાસ ૬ જિલ્લામાં તડીપાર કરાયા,ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામીને ૨ વર્ષ માટે તડીપાર કરાયા

ગઢડા ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન કોઠારી સ્વામીને તડીપાર કરવામાં આવ્યા છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ૨ વર્ષ માટે તડીપાર કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સિવાય એસ.પી. સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસ ૬ જિલ્લામાં તડીપાર થયા છે. કોર્ટે તેમણે બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટમાંથી તડીપારનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાંથી પણ તડીપાર કરાયા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ કરાયો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી. સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને ૬ જિલ્લામાંથી હદપાર રહેવાનો હુકમ કરાયો છે. બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ નહિ કરવા હુકમ કરાયો છે.

જાે હુકમ કરેલ ૬ જિલ્લામાં એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે. હદપાર ન હુકમ સામે જાે વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ ૩૧ મે થી ૩૦ દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ કરી શકાશે.

Follow Me:

Related Posts