fbpx
ગુજરાત

એસબીઆઈના પટાવાળાએ મિત્ર સાથે મળી યુવતી સાથે છેતરપિંડી આચરી

ગાંધીનગરના પેથાપુરની એસબીઆઈ બેંકના પટાવાળાએ મિત્ર સાથે મળીને ક્રેડિટ કાર્ડ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતી યુવતીનો વિશ્વાસ સંપાદન કરીને તેણીના અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. ૬.૨૧ લાખ ઉપાડી લીધા હતા. ત્યારે સમયસર આઉટ સ્ટેન્ડીંગ બિલનું ચુકવણું નહીં કરતાં ૩૫ ટકા વ્યાજ સાથે રૂ. ૧૩.૭૬ લાખની ઉઘરાણી બેંક દ્વારા યુવતી પાસે શરૂ કરવામાં આવતાં પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના શાહપુર શિવ શક્તિનગરમાં રહેતી યુવતી ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ અલગ અલગ એસ.બી.આઇ. બેંક કોલવડા, પેથાપુર, ખોખરા, વિગેરેમાં ક્રેડીટકાર્ડ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.આશરે બે વર્ષ અગાઉ યુવતી પેથાપુર ખાતે આવેલ એસ.બી.આઇ બેંક ખાતે ક્રેડીટકાર્ડ એક્ઝીક્યુટીવ તરીકે બેસી ક્રેડિટ કાર્ડનું વેચાણ કરતી હતી.

એ વખતે બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતાં અર્જુન ભરતભાઈ રાવળ (રહે. પેથાપુર, રાવળવાસ) સાથે પરિચયમાં આવી હતી. જેનાં પગલે અર્જુન રાવળે જાન્યુઆરી – ૨૦૨૨ માં ફોન કરીને ઘરે પ્રસંગ હોવાનું કહીને રંજન પાસે રૂપિયાની માંગણી કરી હતી. જાે કે રંજને પૈસા આપવાની ના પાડતા અર્જુન વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતો હતો. બાદમાં તેણે ક્રેડિટ કાર્ડની માંગીને સમયસર આઉટ સ્ટેન્ડીંગ બિલ ભરી દેવાનો વિશ્વાસ આપતાં રંજને મિત્રતાના નાતે ત્રણ અલગ અલગ ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. આથી અર્જુને કાર્ડ સ્વાઇપ કરીને રૂ. ૫.૦૬ લાખ ઉપાડી તેનું બિલ પણ ભરી દીધું હતું. જાે કે તે પછી અર્જુને યુવતી પાસે અમેરિકન એક્સપ્રેસનું ૬ લાખની ક્રેડિટ લિમિટ વાળું કાર્ડ માંગ્યું હતું.

ત્યારે યુવતીએ ૨૫ હજારની લિમિટ વાળું કોટક બેંકનું કાર્ડ તેને આપ્યું હતું. જે બાદ અર્જુને વાવોલ રહેતાં તેના મિત્ર નૈસલ ઉર્ફે નિશાન ઉર્ફે મુન્નાભાઇ મિસ્ત્રી સાથે ફાયનાન્સનો ધંધો કરતો હોવાનું કહી રંજન સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે આ બંનેએ ભેગા મળીને રંજનના ચાર ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. ૬.૨૧ લાખ ઉપાડી લીધા હતા. પણ બન્નેએ છેલ્લા ત્રણ મહિનાથી આઉટ સ્ટેન્ડીંગ બિલ નહીં ભરતા લેટ ફી સાથે ૩૫ ટકા વ્યાજે રૂ. ૧૩.૭૬ લાખનું બિલ યુવતીને ભરવા માટે બેંક તરફથી નોટિસ આપવામાં આવી હતી અને બેંક દ્વારા રૂપિયાની રિકવરી પણ શરૂ કરી દેવાઈ હતી. અર્જુન અને નૈસલને આઉટ સ્ટેન્ડીંગ બિલ ભરવાની વાત કરતાં બંને જણાએ યુવતીને જાતિ વિષયક અપશબ્દો બોલી, તું અન મેરીડ છે અમારું શું બગાડી લઈશ, પૈસાની ઉઘરાણી કરીશ તો બળાત્કાર કરાવી દઈશ વિગેરે પ્રકારની ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવા લાગ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts