એસસીઓ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીનું વક્તવ્ય
ભારત પ્રશંસા સાથે યાદ કરે છે કે એસસીઓના સભ્ય તરીકે તેનો પ્રવેશ ૨૦૧૭માં કઝાખ રાષ્ટ્રપતિ પદ દરમિયાન થયો હતો. ત્યારથી, અમે એસસીઓમાં રાષ્ટ્રપતિ પદનું એક સંપૂર્ણ ચક્ર પૂર્ણ કર્યું છે. ભારતે વર્ષ ૨૦૨૦માં કાઉન્સિલ ઑફ હેડ્સ ઑફ ગવર્મેન્ટ મીટિંગની સાથે-સાથે વર્ષ ૨૦૨૩માં કાઉન્સિલ ઑફ સ્ટેટની બેઠકનું પણ આયોજન કર્યું હતું. અમારી વિદેશ નીતિમાં એસસીઓ અગ્રણી સ્થાન ધરાવે છે.અમે સંગઠનના સભ્ય તરીકે ભાગ લેનારા ઇરાનને અભિનંદન આપીએ છીએ, સાથે જ હું હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ રઇસી અને અન્યના દુઃ ખદ અવસાન માટે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
આજે આપણે મહામારીની અસર, ચાલી રહેલા સંઘર્ષો, વધતા તણાવ, વિશ્વાસની ઉણપ અને વિશ્વભરમાં હોટસ્પોટ્સની વધતી સંખ્યાની પૃષ્ઠભૂમિમાં ભેગા થયા છીએ. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સંબંધો અને વૈશ્વિક આર્થિક વિકાસ પર નોંધપાત્ર દબાણ નાખ્યું છે. વૈશ્વીકરણમાંથી ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓને તેઓએ વધુ તીવ્ર બનાવી છે. અમારી સભાનો હેતુ આ ઘટનાક્રમોના પરિણામોને ઘટાડવા માટે સામાન્ય વાતાવરણ બનાવવાનો છે.
એસસીઓ એક સિદ્ધાંત આધારિત સંસ્થા છે, જેની સર્વસંમતિથી તેના સભ્ય રાષ્ટ્રોના અભિગમને વેગ મળે છે. આ સમયે, તે ખાસ કરીને નોંધપાત્ર છે કે આપણે આપણી વિદેશ નીતિઓના આધાર તરીકે સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, પ્રાદેશિક અખંડિતતા, સમાનતા, પરસ્પર લાભ, આંતરિક બાબતોમાં દખલ ન કરવી, બળનો ઉપયોગ ન કરવો અથવા બળના ઉપયોગની ધમકી ન આપવા માટે પરસ્પરના આદરનો પુનરોચ્ચાર કરીએ છીએ. અમે રાજ્યની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંતોથી વિપરીત કોઈ પગલાં ન લેવા પણ સંમત થયા છીએ.
આમ કરતી વખતે, આતંકવાદનો સામનો કરવાને સ્વાભાવિક રીતે પ્રાધાન્ય આપવું જાેઈએ, જે એસસીઓના મૂળ લક્ષ્યોમાંનું એક છે. આપણામાંથી ઘણા લોકોને પોતાના અનુભવો છે, જે ઘણી વાર આપણી સરહદોની પેલે પાર ઉદ્દભવે છે. ચાલો આપણે સ્પષ્ટ કરીએ કે જાે તેને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો બની શકે છે. આતંકવાદને કોઈ પણ સ્વરૂપ અથવા અભિવ્યક્તિમાં ન્યાયી ઠેરવી શકાતો નથી અથવા તેને માફ કરી શકાતો નથી. આંતરરાષ્ટ્રીય સમુદાયે તે દેશોને અલગ કરવા અને ખુલ્લા પાડવા જાેઈએ જે આતંકવાદીઓને આશ્રય આપે છે, સુરક્ષિત આશ્રયસ્થાનો પૂરા પાડે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
સરહદ પારના આતંકવાદને નિર્ણાયક પ્રતિસાદની જરૂર છે અને આતંકવાદને નાણાકીય સહાય અને ભરતીનો મક્કમતાથી સામનો કરવો આવશ્યક છે. આપણે આપણા યુવાનોમાં કટ્ટરવાદને ફેલાતું અટકાવવા માટે પણ સક્રિય પગલાં લેવા જાેઈએ. આ વિષય પર ગયા વર્ષે ભારતની અધ્યક્ષતા દરમિયાન જારી કરાયેલું સંયુક્ત નિવેદન આપણી સહિયારી કટિબદ્ધતાને રેખાંકિત કરે છે.
આજે આપણી સમક્ષ બીજી મુખ્ય ચિંતા જળવાયુ પરિવર્તનની છે. અમે ઉત્સર્જનમાં પ્રતિબદ્ધ ઘટાડો હાંસલ કરવા કામ કરી રહ્યાં છીએ, જેમાં વૈકલ્પિક ઇંધણો તરફ બદલાવ, ઇલેક્ટ્રિક વાહનોનો સ્વીકાર અને જળવાયુને અનુકૂળ માળખાગત સુવિધાનું નિર્માણ સામેલ છે. આ સંદર્ભમાં, ભારતના એસસીઓની અધ્યક્ષતા દરમિયાન ઈમર્જિગ ફ્યૂલ પર સંયુક્ત નિવેદન અને પરિવહન ક્ષેત્રમાં ડી-કાર્બનાઇઝેશન પર એક કન્સેપ્ટ પેપરને મંજૂરી આપવામાં આવી હતી.
આર્થિક વિકાસ માટે મજબૂત કનેક્ટિવિટીની જરૂર છે. તે આપણા સમાજાે વચ્ચે સહકાર અને વિશ્વાસ માટેનો માર્ગ પણ મોકળો કરી શકે છે. કનેક્ટિવિટી અને માળખાગત પ્રોજેક્ટ્સ માટે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે સમ્માન આવશ્યક છે. તેવી જ રીતે બિન-ભેદભાવપૂર્ણ વેપાર અધિકારો અને પરિવહન શાસન વ્યવસ્થા પણ છે. એસસીઓએ આ પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
૨૧મી સદી ટેકનોલોજીની સદી છે. આપણે ટેકનોલોજીને સર્જનાત્મક બનાવવી પડશે અને તેને આપણા સમાજાેના કલ્યાણ અને પ્રગતિમાં લાગુ કરવી પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવા અને એઆઈ મિશનની શરૂઆત કરનારા દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ‘એઆઈ ફોર ઓલ’ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા એઆઈ સહયોગ પર રોડમેપ પર એસસીઓ ફ્રેમવર્કની અંદર કામ કરવામાં પણ પ્રતિબિંબિત થાય છે.
Recent Comments