ગુજરાત

એસીનું ટેમ્પરેચર પણ પર્યાવરણ પર કરે છે અસર, ધરતીને સુરક્ષિત કરવી જરૂરી છેઃ પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર (કેવડિયા) ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય એવી પ્રથમ ઘટના છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. ભારત ક્લાઇમેટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યો છે. ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યો છે. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ એન્ડ કોર્પોરેશન ઓફ બોટસવાના ટુ ઇન્ડિયા ડો.લેમોગેંગ કવાપે મુલાકાત કરી હતી. આ તબક્કે વૈશ્વિક મુદ્દાઓને લઈને બંને વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે જ ૧૨૦ દેશના રાજદૂતો પણ એકતાનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ અવસરે ૦૫ જૂન ૨૦૨૨ના રોજ વડાપ્રધાનના હસ્તે લૉન્ચ થયેલી વૈશ્વિક પહેલ ‘પર્યાવરણ માટે જીવનશૈલી-ન્ૈહ્લઈ ઝુંબેશ’માં ભારતના યોગદાન, પ્રતિબદ્ધતા અને સિદ્ધિઓ પર વર્ણન કરવાનું ચોક્કસ યોગ્ય લાગે. ભારતની સફળતા પર નજર કરીએ એ પહેલાં મિશન લાઈફ શું છે અને ભારતનું સ્થાન ક્યાં છે, પર્યાવરણના રક્ષણ-જાળવણી ક્ષેત્રે આપણે કેટલું આગવું સ્થાન ધરાવીએ છીએ એની એબીસીડી જાણી લઈએ. ગયા વર્ષે ગ્લાસગોમાં ૨૬મી યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (સીઓપી ૨૬) દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ન્ૈહ્લઈનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ વિચાર પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે, જે ‘વિવેકહીન અને વિનાશક વપરાશ’ને બદલે ‘વિવેકશીલ અને હેતુસર ઉપયોગ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

મોદીએ માનવ–કેન્દ્રિત, સામૂહિક પ્રયત્નો અને મજબૂત કાર્યવાહીનો ઉપયોગ કરીને આપણી પૃથ્વી દ્વારા જે પડકારોનો સામનો કરવામાં આવે છે એના સમાધાન માટે સમયની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે ટકાઉ વિકાસને ઉત્તેજન આપે છે. ૧લી નવેમ્બર ૨૧ના રોજ ગ્લાસગો ખાતે સીઓપી૨૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પર્યાવરણ માટેની જીવનશૈલી (ન્ૈહ્લઈ)ની વિભાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના વૈશ્વિક સમુદાયને ન્ૈહ્લઈને એક આંતરરાષ્ટ્રીય જન આંદોલન તરીકે ચલાવવા માટે હાકલ કરવામાં આવી હતી. ન્ૈહ્લઈનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાધે અને એને નુકસાન ન પહોંચાડે. આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને “પ્રો–પ્લાનેટ પીપલ” કહેવામાં આવે છે. મિશન ન્ૈહ્લઈ ભૂતકાળ પાસેથી મેળવે છે, વર્તમાનમાં કાયર્ન્વિત થાય છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલના ખ્યાલો આપણા જીવનમાં વણાયેલા છે. ચક્રિય અર્થતંત્ર આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો આંતરિક ભાગ છે. મિશન ન્ૈહ્લઈ વર્ષ ૨૨-૨૩થી વર્ષ ૨૦૨૭-૨૮ના સમયગાળામાં પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે વ્યક્તિગત અને સામૂહિક પગલાં લેવા માટે ઓછામાં ઓછા એક અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને એકત્રિત કરવાના ઉદ્દેશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતની અંદર વર્ષ-૨૦૨૮ સુધીમાં તમામ ગામડાં અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા ૮૦% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુ.એન.ઈ.પી.) અનુસાર, જાે આઠ અબજની વૈશ્વિક વસતિમાંથી એક અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે ૨૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.

Related Posts