એસ.એચ.ગજેરા એકેડમી અમરેલીમાં ફીઝીકલ તેમજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓના વર્ગોનો પ્રારંભ
ડો . જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કેમ્પસમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની શ્રેષ્ઠ તૈયારી માટેના વર્ગો શરૂ થઈ ગયા છે . ઉમેદવારોની ઉજજવળ કારકીર્દિ બનાવવા આ સંસ્થા ભગીરથ પ્રયત્નો કરી રહી છે . ગુજરાતના અમરેલી જિલ્લામાં એસ.એચ.ગજેરા એકેડમી સૈારાષ્ટ્ર અને કચ્છના ઉમેદવારોને માટે કારકીર્દિ બનાવવાની ઉતમ તક આપી રહી છે . અમરેલી જિલ્લામાં એકમાત્ર ૧૦૦ એકરમાં પથરાયેલ વિશાળ કેમ્પસમાં એક જ જગ્યાએ તાલીમ તેમજ રહેવા જમવાની સુવિધા અપાય છે . બાલમંદિર થી કોલેજ સુધીનો અભ્યાસ સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાના નેતૃત્વ અને માર્ગદર્શન થી એકેડમી શરૂ કરવામાં આવી છે . જેમાં પ્રથમ બેન્ચથી જ ઉમેદવારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે હવે એપ્રિલ -૨૦૨૧ મહિનાથી નવી બેન્ચ શરૂ કરવા જઈ રહયા છીએ ત્યારે મેનેજમેન્ટ વધુને વધુ ઉમેદવારો આ એકેડમીનો લાભ લઈ શકે તે માટે પ્રયત્ન શીલ છે . PSI , ASI , કોસ્ટેબલ હવાલદાર , ઈન્સ્પેકટર , તલાટી , વનરંક્ષક , હિસાબનીશ , કલાસ – ૧–૨ જેવી પરીક્ષાઓ માટે ૪૦૦ મીટર ટ્રક તથા વિશાળ મેદાન ઉપલબ્ધ છે . જયાં કોચ અને ટ્રેનરો દ્રારા ફીઝીકલ ટ્રેનીંગ અપાય છે . અનુભવી પ્રોફેસરો આ એકેડમીમાં પરીક્ષાઓની તૈયારીઓ કરાવી રહયા છે . મોટા વર્ગખંડો , કુદરતી વાતાવરણ તથા વિશાળ લાયબ્રેરી જયા ૧૦,૦૦૦ થી પણ વધુ પુસ્તકો ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે અને અભ્યાસલક્ષી વાતાવરણ પુરુ પાડે છે . બહેનો તથા ભાઈઓ માટે અલગ -અલગ રહેવા –જમવાની અને હોસ્ટેલ સુવિધા આપવામાં આવે છે . વધુમાં વધુ ઉમેદવારો આ એકેડમીમાં અભ્યાસ કરી પોતાની કારકીર્દિ બનાવે તેવા લક્ષ્ય સાથે સંસ્થાના વ્યવસ્થાપકશ્રી હસમુખભાઈ પટેલ સતત પ્રયાસ કરી રહયા છે . શ્રેષ્ઠ પરિણામ માટે શ્રેષ્ઠ શિક્ષણ અને તાલિમ આપવા સંસ્થા સતત જાગૃત છે . તો આ એકેડમીનો લાભ લેવા સૌને આગ્રહપુર્વક સંસ્થાની મુલાકાત લેવા આજથી આમંત્રણ આપવામાં આવે છે
Recent Comments