એસ.ટી. વિભાગ દ્વારા ડિસ્પેચીંગ રૂટનાં કર્મચારીઓ માટે એકસ્ટ્રા બસો દોડાવાશે

વિધાનસભા સામાન્ય ચુંટણી- ૨૦૨૨ અન્વયે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના પરામર્શમાં રહીને તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ જુદા જુદા તાલુકામાંથી અન્ય તાલુકામાં ફાળવેલ પોલીંગ સ્ટાફને પોતાના ડિસ્પેચીંગ સેન્ટર પર સમયસર પહોચે તેના માટે જે તે રૂટના કમચારીઓ માટે વહેલી સવારથી એક્ક્ષટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર થી પાલીતાણા ૬ થી ૬.૩૦ કલાક સુધી, ભાવનગરથી તળાજા ૫.૩૦ થી ૬.૦૦ કલાક સુધી, ભાવનગરથી મહુવા ૫.૦૦ કલાક સુધી, ભાવનગર થી ગારીયાધાર ૫.૩૦ થી ૬.૦૦ કલાક સુધી, તળાજા થી પાલીતાણા ૬.૦૦ કલાકે, ગારીયાધાર થી મહુવા ૫.૩૦ કલાકે વગેરેનું આયોજન કરેલ છે.
Recent Comments