fbpx
અમરેલી

એસ.વી.એસ કક્ષાએ વિજ્ઞાન મેળામાં સાવરકુંડલાની ઐતિહાસિક શાળા જે.વી મોદી હાઇસ્કૂલનો દબદબો

ગત તારીખ ૨૫ના રોજ ખાંભા મુકામે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જે અંતર્ગત ખાંભા અને સાવરકુંડલા તાલુકામાંથી કુલ ૪૦ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓમાંથી સાવરકુંડલાની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલની કૃતિ  રનીંગ ટ્રેન ટુ સાઉન્ડ બઝર કૃતિને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. આ કૃતિ ધોરણ ૧૦ ના વિદ્યાર્થી જાદવ રાજ અને ચિરાગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

હાલના સમયમાં રેલ્વે ટ્રેક ઉપર ઘણા વન્ય પ્રાણીઓ તેમજ મનુષ્ય અકસ્માતનો ભોગ બને છે આ દ્રશ્ય જોઈ જાદવ રાજ અને ચિરાગને વિચાર આવ્યો કે જો આપણે કોઈ એવું સંશોધન કરીએ કે રેલ્વે ટ્રેક પર ટ્રેન આવે તો તેના એક કિલોમીટર દૂર સાઉન્ડ આવે જેથી  કરીને કોઈ ટ્રેક ઉપર હોય તો તે પ્રાણી કે મનુષ્ય ત્યાંથી દૂર ખસી જાય અને કોઈ ગંભીર ઘટના બનતી અટકી શકે . આવા માનવીય હેતુથી તેમણે આ કૃતિ તૈયાર કરી જેમની નોંધ ખાંભા તાલુકાના રાજકીય મહાનુભાવો, સામાજિક કાર્યકરો, વરિષ્ઠ પત્રકારોએ  અને ત્યાં આવેલ મહેમાનોએ પણ  વખાણ કર્યા હતા. આ કૃતિ તૈયાર કરવા માટે શાળાના યુવાન અને એક્ટીવ શિક્ષકો હરેશભાઈ ગુજરાતી અને નીતિનભાઈ સાવજે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કૃતિને પ્રથમ નંબર મેળવ્યા બદલ શાળાના ટ્રસ્ટી શ્રીઓ તેમજ શાળાના આચાર્ય શ્રી આશિષભાઈ જોશીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલા હતા.

Follow Me:

Related Posts