ભારતીય રિઝર્વ બેન્કે દંડાત્મક વ્યાજ દરને લઈને લોન લેનારાઓ પાસેથી વધારે ચાર્જ લેવા બદલ બેન્કોને તતડાવી નાખ્યા હતા અને લોન લેનારાઓને અયોગ્ય વ્યાજથી બચાવવા માટે પ્રસ્તાવ લઈને આવ્યા છે. આ પ્રસ્તાવ અંતર્ગત કહેવાયું છે કે, દંડની રકમ તરીકે લગાવવી જાેઈએ નહીં કે ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે દંડ વસૂલવો જાેઈએ. બેન્કીંગ નિયામકે નોટ કર્યું છે કે, જ્યારે તેમણે બેન્કોને ઉધારકર્તાઓને દંડ લગાવવાનો હક આપ્યો હતો, તો એ જાણવા મળ્યું કે, તેનો ઉપયોગ રેવેન્યૂ ગ્રોથ ટૂલ તરીકે કરવામાં આવી રહ્યો હતો. ડ્રાફ્ટ સર્કુલરમાં કહેવાયું છે કે, કેટલાય રેગ્યુલેટેડ એંટિટીઝ લાગૂ વ્યાદ દર ઉપરાંત દંડાત્મક વ્યાજદરનો ઉપયોગ કરે છે. તેનાથી લોન લેનારાઓને વધારે વ્યાજનું પ્રેશર બનાવે છે.
સર્કુલરમાં જણાવ્યા અનુસાર, દંડનું વ્યાજ લિમિટેડ છે. તેનાથી વધારે વ્યાજ વસૂલવું ખોટી વાત છે. સર્કુલરમાં કહેવાય છે કે, દંડાત્મક વ્યાજ લગાવવાના સંબંધમાં સંસ્થાઓને અલગ અલગ તર્ક આપ્યા છે. જેનાથી ગ્રાહકોની ફરિયાદ અને વિવાદ વધી ગયો છે. સંસ્થાઓ તરફથી તેના માટે કોઈ અલગથી નિર્દેશ જાહેર નથી કર્યા. આરબીઆઈ તરફથી શું છે પ્રસ્તાવ?.. તે જાણો.. સર્કુલરમાં કહેવાયું છે કે, દંડ પેનલ્ટી વ્યાજ તરીકે લાગૂ નહીં કરવામાં આવે, જે આગળ પર લગાવવામાં આવેલ વ્યાજના દરમાં જાેડવામાં આવે છે. દંડાત્મક ચાર્જનું કોઈ રજીસ્ટ્રેશન નહીં થાય એટલે કે આવા દંડ પર આગળથી કોઈ વ્યાજ નહીં લેવામાં આવે. હાલમાં લોન લેનારાઓ પાસેથી દંડના પૈસા પર પણ વ્યાજ ચુકવવા પડતા હતા.
Recent Comments