‘એ વતન મેરે વતન’ ૨૧ માર્ચે રિલીઝ થશે, ફસ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો
સારા અલી ખાનની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ ૨૧ માર્ચે રિલીઝ થઈ રહી છે. થિયેટરોમાં રિલીઝ થવાને બદલે, આ ફિલ્મ ર્ં્્ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયોને સીધી ટક્કર આપશે. હવે આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ઈમરાન હાશ્મીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે એવા લુકમાં જાેવા મળી રહ્યો છે જેમાં તે પહેલા ક્યારેય જાેવા મળ્યો નથી. તે સ્વાતંત્ર્ય સેનાની રામ મનોહર લોહિયાના લૂકમાં જાેવા મળી રહ્યો છે. સારા અલી ખાન આ ફિલ્મમાં ઉષા મહેતાનું પાત્ર ભજવતી જાેવા મળશે.
ઈમરાન હાશ્મી ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં કેમિયો રોલમાં છે. તેનો ફર્સ્ટ લુક જાેઈને અનુમાન લગાવી શકાય છે કે ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં કંઈક અલગ કરવા જઈ રહ્યો છે, જેમ કે તેણે તેના અગાઉના એક નિવેદનમાં કહ્યું હતું. ફિલ્મ મેકર્સે ઈમરાનના પોસ્ટર સાથે કેપ્શનમાં લખ્યું છે, “સ્વતંત્રતાનો ર્નિભય અવાજ.” ઈમરાનનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. વાસ્તવમાં, તે આ રોલમાં ફિટ લાગે છે. પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે કે તેણે તેને પડદા પર કેટલી સારી રીતે રજૂ કરી છે. જાેકે, તેણે આવી ફિલ્મનો હિસ્સો બનવાને એક વિશેષાધિકાર ગણાવ્યો હતો.
સારા અલી ખાન અને ઈમરાન હાશ્મી આ ફિલ્મમાં પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. પોતાના પાત્ર વિશે વાત કરતા ઇમરાને કહ્યું, “રાજકીય નેતાની ભૂમિકા ભજવવી એ સન્માનની વાત છે. કાનન સાથે આ મારી બીજી ફિલ્મ છે. સારા સાથેની આ મારી પ્રથમ ફિલ્મ છે, જેનું પ્રદર્શન દર્શકોને આશ્ચર્યચકિત કરશે. હું ઉત્સાહિત છું કે પ્રાઇમ વિડિયો સાથે, આવી વાર્તાઓ વિશ્વભરના દર્શકો સુધી પહોંચશે.” આ ફિલ્મનું નિર્માણ કરણ જાેહર, અપૂર્વ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે
અને તેનું નિર્દેશન કાનન અય્યર કરી રહ્યા છે. જાે ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ઈમરાન હાશ્મી અને સારા અલી ખાન સિવાય સચિન ખેડેકર, અભય વર્મા, સ્પર્શ શ્રીવાસ્તવ, એલેક્સ ઓ’નીલ અને આનંદ તિવારી પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર ૨૧ માર્ચે રિલીઝ થશે. તે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પ્રસારિત થશે.
Recent Comments