એ સમય ખુબ જ કપરો હતો: કપિલ શર્મા
કપિલ કહે છે એ ખુબ જ કપરો સમય હતો. એ સમયે મારી પત્નિ ગિન્ની ચતરથ મારી સોૈથી મોટી તાકાત બની હતી. એ મુશ્કેલ સમયમાં ગિન્નીએ મને ખુબ સાથ સહકાર આપ્યો હતો. મારે શો બંધ કરવાનો સમય આવ્યો એ મુશ્કેલી ભર્યા સમયમાં પણ ગિન્ની સાથે હતી. એ સમયે મેં લોકો પર ભરોસો કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ મારા મોઢા પર કંઇક કહેતા હતા અને પીઠ પાછળ કંઇક જુદૂ જ બોલતા હતા. એ ખરાબ સમયમાં પત્નિએ મને લાગણીની દ્રષ્ટીએ પણ મોટો ટેકો આપ્યો હતો. :
માતા પણ સતત મારી સાથે હતાં. કપિલ કહે છે હવે ખરાબ સમય ખતમ થઇ ગયો છે. શોની ત્રીજી સિઝન ધમધોકાર ચાલી રહી છેટીવી પરદાના લોકપ્રિય શો ધ કપિલ શર્મા શો દ્વારા બધાને હસાવતાં કપિલ શર્માને આજે દરેક ઘરમાં નાના મોટા સો કોઇ ઓળખતા થઇ ગયા છે. પાંચ વર્ષ પહેલા આ શો શરૃ થયો તે સાથે જ કપિલે ખુમ મોટી સફળતા મેળવી લીધી હતી. લોકપ્રિયતાની ટોચે તે પહોંચી ગયો હતો. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો કે કપિલને શો બંધ કરવો પડ્યો હતો.
Recent Comments