એ હલ્લો…. અમરેલીમાં ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં
અમરેલીમાં ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બજારમાં પતંગ, દોરી અને બાળકો માટેના અવનવી વસ્તુઓના સ્ટોલ શરૂ થયા, ગત વર્ષ કરતાં ઓણસાલ પતંગમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઉત્તરાયણના પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમરેલી શહેરમાં ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. બજારમાં પતંગ, દોરી અને બાળકો માટેના અવનવી વસ્તુઓના સ્ટોલ શરૂ થયા, ગત વર્ષ કરતાં ઓણસાલ પતંગમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો માંઝાના ભાવમાં કોઈ ભાવ વધારો થયો નથી. ઉત્તરાયણના પર્વ પર બાળકોથી માંડી મોટા લોકો પણ પતંગ ચગાવતા હોય છે.આકાશમાં પતંગનો અનેરો નજરો જોવા મળે છે. અત્યારે અમરેલીની બજારમાં 900, 2500 અને 5000 મિટરના માંઝાનું વેંચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને લોકો 2500 અને 5000 મિટરના માંઝાની વધુ પસંદગી કરતા હોય છે. આ વખતે બાળકો માટે ખાસ અવનવી વસ્તુઓનું બજારમાં વહેચાણ અર્થે આવી છે તેમાં વિવિધ સાઈઝમાં પમ્પુડા, આકર્ષક વિવિધ કલરની ટોપીઓ, ગોગલ્સ જેવી વસ્તુઓ બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આમ શહેરમાં
ઉત્તરાયણ પર્વનાં આગમનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.
Recent Comments