ગુજરાત

ઐતિહાસિક ભગવાન શ્રી જગન્નાથ ની રથયાત્રા લાઈવ ટીવી દ્વારા નિહાળતા મનોદિવ્યાગ બાળકો

અમદાવાદ ની ઐતિહાસિક ભગવાન શ્રી જગન્નાથ ની રથયાત્રા ટીવી લાઈવ નિહાળતા મનોદિવ્યાગ બાળકો 

તા.૨૦-૬-૨૦૨૩ રથયાત્રા નિમિત્તે મનોદિવ્યાંગ બાળકોને  નવા વાડજ અખબાર નગર સર્કલ પાસે આવેલ સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે બાળકોને ટીવી પર પ્રસારિત થતી રથયાત્રા બતાવવામાં આવી ને દરેક મનોદિવ્યાંગ બાળકોને સમજ આપવામાં આવી હતી અને યુ.એસ.એ રહેતા પાટડીઆ ‌દર્શ દ્વારા સરસ મજાનું ભોજન જમાડીને ઊજવણી કરવામાં આવી હતી તેમજ  મનોદિવ્યાંગ બાળકોના શ્રેયાર્થે  દિપ પ્રાગટય કરી ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા પૂજા કરાવવામાં આવી હતી અને વિશ્વ યોગ દિવસ ની પૂર્વ સંધ્યાએ યોગના કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના સહયોગથી કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts