ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વૈશ્વિક વિરાસત રાણકી વાવાથી જગ વિખ્યાત બની છે, ત્યારે હવે પાટણની સમીયે સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામમાં સરસ્વતી સેવા સદનનીસામે ૧૦ એકર જમીનમાં અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામી રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યૂઝીયમ પણ તેની ઓળખ અને વિશેષતાઓમાં વધારો કરશે.
ચોરમારપુરા ગામ નજીક સમાલપાટીની સીમમાં સરસ્વતી તાલુકા સેવા સદનની સામે રાજ્ય સરકાર દ્વારા ૧૦ એકર જમીનમાં અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યૂઝીયમની સાથે ગુજરાતના એક માત્ર બાલાસીનોર ડાયનાસોર પાર્ક કરતાં પણ મોટી ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો તથા પાટણના પ્રવાસાર્થે આવતાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મ્યૂઝીયમમાં બનનાર ડાયનાસોર ગેલેરી પણ હવે પાટણની નવી ઓળખ બનવા જઈ રહી છે.
ડાયનાસોર ગેલેરી- આ ગેલેરી મુલાકાતીઓને પુરાતન યુગની ઝાંખી કરાવશે. પૃથ્વી ઉપર ડાયનાસોરનું અસ્તિત્વ હતું તેમ આબેહૂબ જીવંત કદના ડાયનાસોરને નજીકથી નિહાળવાનો તેમજ ઈન્ટરેક્ટીવ ડીસ્પ્લે તથા એનીમેટ્રોનિક્સ જેવા ડાયનાસોર્સ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે તથા ડાયનાસોરના ઉદય અને અસ્ત થવાના કારણોની પણ વિસ્તૃત સમજૂતી પણ પુરી પાડશે.
આ ગેલેરીમાં માનવ ઉદવિકાસ સાથે વિવિધ અંગોના તેમજ પ્રણાલીઓના કાર્યો સાથે જીનેટીક્સ જેવા માનવ વિજ્ઞાન સાથે સંકળાયેલા પાસાઓ અને પૃથ્વી ઉપર જીવનના વિકાસને લગતી રસપ્રદ માહિતીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ ગેલેરીમાં ખેતીની અત્યાધુનિક તકનીક તથા તેની પાછળ કાર્ય કરતું વિજ્ઞાન પ્રદર્શિત કરવામાં આવશે. મુલાકાતીઓને અહીં કાર્યરત હાઈડ્રોપોનિક્સ સ્થાન નિહાળવા મળશે જેથી તેઓને આ તકનીક વિશે સંપૂર્ણ માહિતી મળી રહે અને રાજ્યના ખેડૂતોને પણ આ અંગે સમજણ મળે.
આ ગેલેરી રસાયણ શાસ્ત્ર ક્ષેત્રે નોબલ પારિતોષિક વેંકટરામન જેવા અત્યાર સુધીના તમામ નોબલ પારિતોષિક વિજેતાઓની માહિતી ભવિષ્યના નોબલ પારિતોષિક વિજેતાઓને પ્રેરણા પુરી પાડશે.
Recent Comments