ઐશ્વર્યા રજનીકાંતને હાલમાં તાવ સાથે ચક્કર આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જાે કે હવે ધીમે ધીમે તે સ્વસ્થ થઈ રહી છે. ઐશ્વર્યા અને પ્રેરણાએ ટૂંક સમયમાં ફિલ્મ બનાવવાના વિચાર પર ચર્ચા કરી હતી અને એવું લાગે છે કે વસ્તુઓ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. બંને મહિલાઓ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.ફિલ્મની તૈયારી સાથે કલાકારોને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.આ ફિલ્મ ઐશ્વર્યાની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હશે, સાથે જ એ નિશ્ચિત થઈ ગયુ છે કે તે ભવિષ્યમાં ઘણી વધુ ફિલ્મોનું નિર્દેશન કરવા તૈયાર છે.
ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ તાજેતરમાં જ એકબીજાથી અલગ થયા છે અને તેમના જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ માટે બંને પોતપોતાના કામ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઐશ્વર્યા શૂટિંગના સેટ પર જાેવા મળી હતી. પરંતુ તેનો આ બીજાે અલગ અવતાર ટૂંક સમયમાં જાેવા મળવાનો છે અને તે ડિરેક્ટર તરીકે. તે પોતાની નવી ઈનિંગ્સ માટે ખૂબ જ ઉત્સાહિત છે. બીજી તરફ ધનુષ પણ એક પછી એક શાનદાર ફિલ્મો કરી રહ્યો છે, તેમાંથી ‘ધ ગ્રે મેન’ અને ‘થિરુચિત્રબલમ’ એવી બે ફિલ્મો છે જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
સાઉથના સુપરસ્ટાર ધનુષથી અલગ થયા બાદ હવે ઐશ્વર્યા રજનીકાંત પોતાના કામ પર વધુ ધ્યાન આપી રહી છે. તે દરરોજ નવા કોલાબ્રેશન કરી રહી છે.એવુ લાગે છે કે ઐશ્વર્યા રજનીકાંત અને પ્રેરણા અરોરા એક રાગ છેડ્યો છે.તમને જણાવી દઈએ કે,તેનુ સોંગ ‘મુસાફિર’ રિલીઝ થઈ ગયું છે અને હવે તે બોલિવૂડ ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ રજનીકાંતની પુત્રી દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.આ ફિલ્મ ‘ઓહ સાથી ચાલ’ નથી,ઐશ્વર્યાએ તાજેતરમાં ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
Recent Comments