ઐશ્વર્યા રાય અને તમિલ સ્ટાર ચિયાન વિક્રમની જાેડીને પોન્નિયન સેલ્વનમાં ઓડિયન્સે પસંદ કરી છે. વિક્રમ અને ઐશ્વર્યાની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રીને જાેતાં તેઓ આગામી સમયમાં વધુ એક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતા હતા. પોન્નિયન સેલ્વનના ડાયરેક્ટર મણિરત્નમના માનીતા સ્ટાર્સમાં ઐશ્વર્યા અને વિક્રમનો સમાવેશ થાય છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટમાં આ સફળ જાેડીને ફરી અજમાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. પોન્નિયન સેલ્વનમાં ઐશ્વર્યા રાય બચ્ચને નંદિનીનો રોલ કર્યો હતો અને ચિયાન વિક્રમે આદિત્ય કરિકાલનની ભૂમિકા ભજવી હતી. મહેલમાં ચાલતા કાવા-દાવા વચ્ચે પણ તેમનો પ્રેમ અકબંધ રહ્યો હતો. તેમના ઓનસ્ક્રિન રોમાન્સને ઓડિયન્સે બિરદાવ્યો હતો. ત્રણ દાયકા અગાઉ સાઉથની ફિલ્મ નાયકન અને ત્યારબાદ હિન્દી ફિલ્મ રાવણમાં પણ ઐશ્વર્યા અને ચિયાન સાથે જાેવા મળ્યા હતા. દાયકાઓ બાદ તેમની ઓનસ્ક્રિન જાેડી ફરી ચમકી છે. ઐશ્વર્યા અને વિક્રમની આ પોપ્યુલારિટીને જાેયાં બાદ મણિરત્નમે આગામી ફિલ્મનું આયોજન હાથ ધર્યુ છે. મણિરત્નમ હાલ કમલ હાસન સાથેની ફિલ્મમાં બિઝી છે. ત્યારબાદ તેઓ આ પ્રોજેક્ટ હાથ પર લે તેવી શક્યતા છે. ઐશ્વર્યા રાય અને ચિયાન વિક્રમ વચ્ચે પારિવારિક સંબંધો છે. ઐશ્વર્યાની જેમ અભિષેક બચ્ચન પણ વિક્રમનાસારા મિત્ર છે. સારી મિત્રતાના કારણે જ ઐશ્વર્યા અને વિક્રમની ઓન સ્ક્રિન જાેડી અસરકારક રહી હતી. એકબીજાની સાથે કામ કરવામાં આ બંને સ્ટાર્સને કોઈ તકલીફ નથી અને મણિરત્નમ પણ આ પ્રોજેક્ટ માટે ઉત્સુક છે.
ઐશ્વર્યા રાય અને તમિલ સ્ટાર ચિયાન વિક્રમની જાેડી ફરી સાથે જાેવા મળશે!..

Recent Comments