ઓએનજીસી એનર્જી સેન્ટરટ્રસ્ટ દિલ્હી અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ વચ્ચે ઓએનજીસી, મહેસાણા ખાતે બીએઆરસી દ્વારા વિકસિત એડવાન્સ એફલુઅન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે ટેકનોલોજીના ઓનસાઇટ પ્રદર્શન પર સહયોગી પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બીએઆરસી, મુંબઈ ખાતે ૨૬મી ઑગસ્ટ, ૨૦૨૨ના રોજ રવિ (ડાયરેક્ટર જનરલ – ઓએનજીસી એનર્જી સેન્ટર) અને કે ટી શેનોય (ડિરેક્ટર, કેમિકલ એન્જિનિયરિંગ ગ્રુપ, બીએઆરસી) દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે તથા સુદીપ ગુપ્તા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર – એસેટ મેનેજર, ઓએનજીસી મહેસાણા એસેટ), ડૉ. સુલેખા મુખોપાધ્યાય (હેડ, કેમિકલ એન્જિનિયરિંગ ડિવિઝન, બીએઆરસી) અને ઓએનજીસી અને બીએઆરસીના અન્ય અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ઓએનજીસી) મહેસાણા એસેટ લગભગ ૬૫૦૦ દ્બ૩/૪ ક્રૂડતેલ અને ૨૮૦૦૦ દ્બ૩/ઙ્ઘ ઉત્પાદિત પાણીનું ઉત્પાદન કરે છે.
હાલમાં, ઉત્પાદિત પાણીને વૈધાનિક માર્ગદર્શિકા અનુસાર ટ્રીટમેન્ટ અને જળાશયમાં નિકાલ કરવામાં આવે છે. ઓએનજીસી એનર્જી સેન્ટર ટ્રસ્ટ (ઓઈસીટી) – દિલ્હી એ ઓએનજીસીનું સંશોધન અને ટેકનોલોજી વિકાસ કેન્દ્ર છે, જે વિવિધ નવીનીકરણીય અને સ્વચ્છ ઉર્જા વિકલ્પોમાં કાર્યરત છે, ખાસ કરીને એવા પ્રોજેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ભારતના ઉર્જા પરિદ્રશ્ય પર અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જે પર્યાવરણીય સંરક્ષણમાં તમામ પ્રયત્નો કરી રહ્યું છે, અને તે મુજબ કૃષિ, ઔદ્યોગિક ઉપયોગ માટે ઉત્પાદિત વહેતા પાણીનું રૂપાંતર જેવી પહેલ શરૂ કરી છે. બીએઆરસી, મુંબઈ દ્વારા ઓએનજીસી સાથે અમ્બેલા એમઓયુના આધારે સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, અને ટ્રીટેડ ઈટીપી પાણીને કૃષિ, ઔદ્યોગિક ઉપયોગ માટે યોગ્ય પાણીમાં રૂપાંતરિત કરવા માટે પ્રક્રિયા કરવાની તકનીક વિકસાવવામાં આવી હતી. ગ્રીન ટેક્નોલોજી ઓગળેલા તેલને દૂર કરવા માટે અદ્યતન ઓક્સિડેશન પ્રક્રિયા અને ઓગળેલા ક્ષારને દૂર કરવા માટે રિવર્સ ઓસ્મોસિસ જેવી પ્રક્રિયાના પગલાં પર આધારિત છે.
ઓએનજીસી, મહેસાણા એસેટના એક્સ-ઈટીપી પાણીના ઉપયોગ સાથે બીએઆરસી, મુંબઈ ખાતે પ્રાયોગિક ધોરણે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સારવાર કરેલ પાણી જરૂરી ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે અને બીજના અંકુરણ અને છોડના વિકાસ માટે સફળતાપૂર્વક પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓએનજીસી, મહેસાણા ખાતે એક્સ-ઈટીપી પાણી સાથે પાયલોટ-સ્કેલ પ્લાન્ટનું ફીલ્ડ ટેસ્ટિંગ કરવાની દરખાસ્ત, અને ત્યાર બાદ ઈન્ડસ્ટ્રીયલ સેટિંગમાં ટેક્નોલોજી સ્થાપિત કરવામાં આવશે. આ એમઓયુ પ્રાયોગિક ધોરણે ટેક્નોલોજીના પ્રદર્શન અને ઑપ્ટિમાઇઝેશનની સુવિધા આપશે, ઓએનજીસી મહેસાણા ખાતે ટેકનોલોજીના અમલીકરણ માટે ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોડમેપને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
Recent Comments