fbpx
રાષ્ટ્રીય

ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં ૧૦૦ કરોડ લોકોને વેક્સિન આપી દેવાનો ટાર્ગેટ


ભારત સરકારને સીરમ તરફથી કુલ ૨૦ કરોડ કોવિશીલ્ડ વેક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ ૩.૫ કરોડ વેક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં વેક્સિન સંકટ વધુ ઘટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. પહેલી વખત દેશમાં એક જ દિવસમાં ૨.૫૦ કરોડ કરતા પણ વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેવામાં હવે વેક્સિનેશનના કામમાં ગતિ આવી છે અને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં ૧૦૦ કરોડ લોકોને વેક્સિન આપી દેવાનો ટાર્ગેટ છે. વેક્સિનેશન અભિયાન અને દેશનું રાજકારણ સીધી રીતે જાેડાયેલું છે. એવું કહેવાય છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં ૧૦૦ ટકા વેક્સિનેશન માટે જાેર આપવામાં આવી રહ્યું છે.

આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સિન આપવા માગે છે. તેનું કારણ ખૂબ જ સરળ છે- કોરોનાનો અંત નથી આવ્યો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પડકાર બની શકે છે. ચૂંટણીવાળા રાજ્યો સિવાય દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં પણ વેક્સિનેશન ઝડપી બનાવવા જાેર આપવામાં આવી રહ્યું છે.

ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે માટે વેક્સિન કવચ દ્વારા મહામારીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન ઢઅઙ્ઘેજ ઝ્રટ્ઠઙ્ઘૈઙ્મટ્ઠ ઉપલબ્ધ થવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં દેશને એક કરોડ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ખાસ વાત એ છે કે, તે વેક્સિન બાળકોને પણ આપી શકાશે, જાેકે સરકારે હજુ તે અંગે કોઈ ર્નિણય નથી લીધો.

Follow Me:

Related Posts