‘ઓક્સિજન, બેડ કે આઇસીયુની વ્યવસ્થા નહીં હોય તો અમે કંઇ જ નહીં કરી શકીએ’-સિવિલના એડિ. સુપ્રિટેન્ડેન્ટ
અમદાવાદની સિવિલ મેડિસીટી હોસ્પિટલ હાઉસફૂલ થવાની તૈયારીમાં છે. કુલ ૨,૧૨૪ બેડમાંથી બે હજાર ૫૦ બેડ દર્દીથી ભરાયા છે. વેન્ટીલેટર બેડ માત્ર પાંચ ટકા જ ખાલી છે. રોજના ૨૬૦ દર્દીઓ દાખલ થઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સની લાંબી કતારો જાેવા મળી રહી છે. જેની પર સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો દર્દીને ૪ હોસ્પિટલમાં લઈને ફરે છે, છતાં દાખલ નથી કરાતા અને અંતે દર્દીઓને લઇ તેઓ સિવિલમાં આવે છે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની લાઇન લાગે છે.’
સિવિલમાં સિરિયસ દર્દીઓ આવે છે જેઓને ઓક્સિજન અને ૈંઝ્રેં ની ખાસ જરૂર હોય છે. પરંતુ જાે ઓક્સિજન અને ૈંઝ્રેં ખાલી નહીં હોય તો અમે કશું નહીં કરી શકીએ તેવી ચિંતા તબીબોએ વ્યક્ત કરી છે. આ સિવાય ૫૦૦ એમ્બ્યુલન્સ આવે પણ સામે અમારી પાસે બેડની વ્યવસ્થા ન હોય તો અમે કંઈ જ ન કરી શકીએ અને ૧૦૮ એમ્બ્યુલન્સને વેઈટિંગ ન કરવું પડે એ માટે બીજે ડાયવર્ટ કરવી જાેઈએ તેવી પણ અપીલ સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ કરી છે.
Recent Comments