સૌરાષ્ટ - કચ્છ

ઓખાથી બેટ દ્વારકા જતી બોટમાં જાેખમી મુસાફરી

ઓખાથી બેટદ્વારકાની ફેરી બોટમાં નિયમો સરેઆમ ઉલ્લંઘન કરીને મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે. બોટની ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડાતા હોવાના વીડિયો સામે આવ્યા છે. જેમાં જાેઈ શકાય છે કે દરિયામાં લોકો કેટલી જાેખમી મુસાફરી કરી રહ્યા છે. મુસાફર જેટીના પુલ અને બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોની ભીડ જાેવા મળી રહી છે. નિયમોના ઉલ્લંઘનની વાત આટલેથી જ નથી અટકતી ફેરી બોટના સંચાલકો દ્વારા મુસાફરોને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આપતા નથી. એકતરફ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો બીજી તરફ નિયમો નેવે મૂકીને લોકોને જાેખમી મુસાફરી કરાવવામાં આવી રહી છે. રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના જીવ જાેખમમાં મૂકાઈ રહ્યા છે.

Related Posts