ઓખા નજીકના અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. સ્ફ એવિએટર અને સ્ફ ક્રેઝ વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. જેને લઈ આપાતકાલીન મદદની જરૂર પડી હતી. . એક જહાજ હોંગકોંગ અને બીંજુ જહાજ માર્શલ આઈલેન્ડનું હોવાનું સામે આવ્યું છે. હોંગકોંગના જહાજમાં કુ મેમ્બર ભારતીય હોવાની વિગતો સામે આવી છે. જ્યારે માર્શેલ આઈલેન્ડના જહાજમાં ફિલિપાઈન્સના કુ મેમ્બર સવાર હતા. આ અકસ્માતની માહિતી મળતાજ ભારતીય સુરક્ષા એજન્સીને તાત્કાલિક પહોંચી જતા બંને જહાજના કુલ ૪૩ ક્રૂ-મેમ્બરને બચાવી લીધા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રાત્રે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ ૨ વિદેશી જહાજ વચ્ચે ટક્કર ની આ ઘટના બની હતી. જાેકે કયા કારણસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માગવામાં આવી હતી, જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જહાજમાંથી ૪૩ ક્રૂ-મેમ્બરને સુરક્ષિત બચાવી લીધા હતા. હોંગકોંગના જહાજમાં ૨૧ ભારતીય ક્રૂ-મેમ્બર હતા, જ્યારે માર્શલ આઈલેન્ડના જહાજમાં ૨૨ ફિલિપિન્સના ક્રૂ-મેમ્બર સવાર હતા.
આ અકસ્માત થતાં બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદનસીબે ૪૩ ક્રૂ-મેમ્બરનો બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી, જાેકે બંને શિપમાં નુકસાન થયું છે
Recent Comments