સૌરાષ્ટ - કચ્છ

ઓખા નજીક દરિયામાં માછીમારી કરતા ગીર સોમનાથના માછીમારનું હાર્ટએટેક આવતા મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નજીકના દરિયામાં માછીમારી કરતા એક માછીમારને એકાએક હાર્ટએટેક આવતા તેમનું બોટમાં જ મૃત્યુ નીપજ્યું હતું. મરીન પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દ્વારકા જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ઓખાના ડાલડા બંદર પર રહેતા કાળુભાઇ ભીખાભાઇ કોટીયા રહે. મુળ માઢવાડગામ લાઇટ હાઉસ સામે તા.કોડીનાર જી.ગીર સોમનાથ વાળો વૃદ્ધ ગઈ કાલે અલ હુસેની બોટ લઇ દરિયામાં માછીમારી કરવા ગયો હતો. અન્ય ખલાસીઓની સાથે માછીમારી કરવા ગયેલ આ વૃદ્ધ ઓખાથી ૧૧ નોટીકલ માઈલ દુર માછીમારી કરતા હતા ત્યારે ગઈ કાલે સવારે અગ્યારેક વાગ્યે તેઓને એકાએક છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બોટમાં જ ઢળી પડ્યા હતા અને બેસુધ્ધ થઇ ગયા હતા. દરમિયાન તેની સાથેના અન્ય માંછીમારો તેઓને બોટમાં જ ઓખા બંદરે લઇ આવ્યા હતા. અને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે રામાભાઇ નથુભાઇ કોટીયા રહે. મુળ માઢવાડગામ લાઇટ હાઉસ સામે તા.કોડીનાર જી.ગીર સોમનાથ હાલ રહે ઓખા ડાલ્ડા બંદર અલહુસેની નામની બોટમાં વાળા સખ્સે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું.

Related Posts