fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઓછા વરસાદને કારણે પોરબંદરની મીણસાર નદી સુકાઈ

પોરબંદરની આ નદીમા પાણી હોય તો કંડોરણા ગામના લોકોને પીવા માટે પણ ઉપીયોગમાં પાણી આવતું હતું તો બીજીતરફ ૧૮ જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે મીણસાર નદીનું પાણી ઉપીયોગમાં આવતું હોય છે તેમજ કેટલાક ગામોના લોકો આ નદીનું પાણી પીવા માટે ઉપીયોગમાં લે છે. આ નદીમાં પાણી હોય તો ૧૮ જેટલા ગામડાઓના કુવા અને બોટ તેમજ તળાવના તળ ઉંચા આવે છે જેથી ૧૮ ગામના ખેડૂતો અન્ય પાક પણ લઇ શકે છે. આ વખતે વરસાદ ખેંચાતા મીણસાર નદી ખાલીખમ જાેવા મળે છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.રાણાકંડોરણા નજીકથી ૧૮ ગામમાંથી પસાર થતી મીણસાર નદી ખાલીખમ દ્રશ્યમાન થાય છે. મીણસાર નદી પર ર્નિભર આસપાસના ખેડૂતો સારા વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ઓણસાલ વરસાદ ખેંચાતા મીણસાર નદી તળિયાજાટક થઈ છે.

આ નદી ૧૮ જેટલા ગામડાઓને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. હાલ તો મીણસાર નદી ખાલીખમ ભાસે છે. આ નદી ૧૮ ગામો માંથી પસાર થાય છે જેમાં ખીરસરા, વાળોત્રા, ઠોયાણા, ભોળદર, મહીરા, નેરાણા, કંડોરણા, કોટડા, ખીજદળ, પાદરડી, કેરાડા, બાપોદર, જાંબુ સહિતના ૧૮ ગામના લોકોનો ફાયદો થાય છે. ગત વર્ષે મેઘરાજાએ મહેર વરસાવી હતી જ્યારે આ વર્ષે વરસાદ નહિવત પડ્યો છે અને વરસાદ ખેંચાયો છે જેથી ડેમમાં પાણી ખૂટયું છે. મહત્વની વાત એ છે કે રાણાકંડોરણા નજીકથી ૧૮ ગામો માંથી પસાર થતી મીણસાર નદી તળિયાજાટક થઈ છે. આ મીણસાર નદી કેટલાક ગામોને સિંચાઈ ઉપરાંત પીવાનું પાણી પણ પૂરું પાડે છે. પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા મીણસાર નદી ખાલીખમ નજરે ચડે છે. આ નદી ગત વર્ષે બે કાંઠે વહી હતી એટલું પાણી આવ્યું હતું અને ગતવર્ષે આ મીણસાર નદીમાં ૪ વખત ઘોડાપૂર આવ્યું હતું પરંતુ આ વખતે આ નદીમા પાણી નથી. મીણસાર નદી ૧૮ ગામને આશીર્વાદ સમાન છે છતાં આ નદીમા એકપણ કોઝ વે કે ચેકડેમ બનાવવામાં આવેલ નથી. જેથી પાણી ભાદર નદી માંથી દરિયામાં વહી જાય છે. જાે મીણસાર નદીમાં ૩ કે ૪ કોઝવે બનાવવામા આવે અને તળ ઊંડા કરવામાં આવે તો ૧૮ ગામના ખેડૂતો ત્રણ મોસમ લઈ શકે અને પાણીની સમસ્યા રહે નહીં જેથી કોઝવે બનાવવો જરૂરી છે. ગત વર્ષે અત્યાર સુધીમાં પોરબંદરમાં ૪૪.૮ ઇંચ, રાણાવાવ તાલુકામાં ૫૪.૨ ઇંચ અને કુતિયાણા તાલુકામાં ૫૦.૬૮ ઇંચ વરસાદ પડી ગયો હતો.

Follow Me:

Related Posts