fbpx
અમરેલી

ઓછા વરસાદ થી ક્રિકેટ મેદાન જેવા ખાલીખમ દામનગર પંથક ના શ્રી કુંભનાથ તળાવ સહિત ના ચેકડેમો સૌની યોજના માં સમાવેશ કરી ભરાય તેવી માંગ

દામનગર પંથક ના ઓછા વરસાદે ખાલીખમ તળાવો ક્રિકેટ મેદાન જેવા દામનગર શહેર ના શ્રી કુંભનાથ મહાદેવ તળાવ સહિત ઠાંસા રોડ જય ભુરખિયા સરોવર ૧-૨ સહિત ના ચેકડેમો ક્રિકેટ ના મેદાન જેવા કોઈક વર્ષ સારા વરસાદી પાણી ની આવક થી ભરાતું તળાવ કોઈક વર્ષે સારો વરસાદ અને જય ભુરખિયા જળ અભિયાન સમિતિ ની મહા મહેનતે ચાર પાંચ વર્ષે માંડ એકાદ વખત ભરાતું હોય છે

આ વર્ષે વરસાદ નહિવત હોવાથી શ્રી કુંભનાથ તળાવ ક્રિકેટ ના મેદાન જેવું છે ત્યારે નજીક માંથી ગુજરાત સરકાર ની સૌની યોજના માત્ર આઠ નવ કિમિ દૂર વિકળિયા દુધળા થી પસાર થતી હોય લીક ચાર માં દામનગર શહેર ના શ્રી કુંભનાથ તળાવ ઉપરાંત શ્રી ભુરખિયા સરોવર નં – ૧ અને શ્રી ભુરખિયા સરોવર નં-૨ ઉપરાંત ઠાંસા ચેકડેમ સહિત ગ્રામ્ય વિસ્તારો ના નાના મોટા ચેકડેમ તળાવો  જળ નવ પલ્લીત થાય તેવી સ્થાનિક કક્ષા એથી ઉઠતી માંગ ગામડા ભાંગતા બચાવો પેટ ના ખાડા માટે થતી હિજરત સૌથી વધુ આ પંથક ના ગામડા ઓમાં થી થતી રહે છે તેમાંય ઓછા વરસાદ થી ખેડૂતો પશુપાલકો મજૂર વર્ગ ક્યાં જશે ? આ પંથક નો કાયમી પ્રાણ પ્રશ્ન પીવા ના પાણી છે સિસાઈ તો દૂર પણ પીવા ના પાણી માટે પણ પીડાતા પ્રશ્ને ગુજરાત સરકાર ને એકપ્રતિનિધિ મંડળ મળી રજુઆત કરશે સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ શ્રી ને સાથે રાખી નજીક ના સમય માં સુરત થી આ પંથક ના અગ્રણી ઓ દામનગર પંથક નો સૌની યોજના લીક ચાર માં સમાવેશ કરવા રજુઆત કરનાર છે 

Follow Me:

Related Posts