અમરેલી જિલ્લામાં મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવા માટે જાગૃત્તિ આવે તે ઉદ્દેશ્ય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં ઓછું મતદાન ધરાવતા હોય તેવા વિસ્તારોમાં SVEEP અંતગર્ત મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે છે. ૯૪- ધારી બગસરા અને ખાંભા વિધાનસભા મતવિસ્તારના, ખાંભા તાલુકામાં ઓછું મતદાન (Lower Turn Out) ખાંભા મતદાર નોંધણી અધિકારી મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજી મતદાન પ્રક્રિયા અને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ખાંભા તાલુકાના બુથ ખાતે ધારી પ્રાંત અધિકારી અને ખાંભા મતદાર નોંધણી અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. ઓછું મતદાન થવાના કારણો વિશે ગામ લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. વધુમાં વધુ મતદાન કરવા અને તે મતદાનથી મજબૂત લોકશાહી માટેના પ્રયત્નો કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારમાં SVEEP અંતગર્ત મતદાન જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યા

Recent Comments