ઓટીટીના ભવિષ્યને લઈને રાજકુમાર થયો પોઝિટિવ
કોરોના મહામારીના કારણે થીયેટર્સના શટર બંધ થઈ જતાં છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટ્રગલ કરી રહેલા ઓટીટી પ્લેટફોર્મ્સને ચમકવાનો મોકો મળ્યો હતો. અનેક ફિલ્મ પ્રોડ્યુસર્સે રિલીઝ થવા માટે તૈયાર પડેલી ફિલ્મોમાં ઈન્વેસ્ટ કરેલા કરોડો રૂપિયાને રિકવર કરવા માટે ફિલ્મોને ઓટીટી પર રિલીઝ કરવાનું નક્કી કર્યું હતું અને જેમાં અનેક ફિલ્મો સફળ રહી હતી. કોરોના બાદ, સ્થિતિ સામાન્ય થઈ ચૂક્યા બાદ પણ અનેક ફિલ્મ પ્રોડ્યુસર્સ તેમની ફિલ્મો સીધી ઓટીટી પર રિલીઝ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ઓટીટી પર રિલીઝની સાથે બોક્સ ઓફિસ પ્રેશર નથી રહેતું આ સાથે જ, માર્કેટમાં ડંકો વગાવવા ઓટીટી પ્લેટફોર્મ્સ પણ ફિલ્મોના રાઈટ્સ ખરીદવા માટે નુકસાન વેઠીને પણ કરોડો રૂપિયા આપી રહ્યા છે. સામાન્ય લૂક સાથે બોલિવૂડમાં પ્રવેશ કરી સફળતાનો સ્વાદ ચાખનાર અભિનેતા રાજકુમાર રાવ લગભગ દરેક જાેનરની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.
રાજકુમારે તેની અદાકારીથી દેશભરમાં કરોડો ફેન્સ બનાવ્યા છે. રાજકુમારે રિસન્ટલી એક ઈન્ટરવ્યૂમાં ઓટીટી પ્લેટફોર્મના ભવિષ્ય વિશે વાત કરી હતી. રાજકુમારે કહ્યું હતું કે, વેબ પ્લેટફોર્મ્સ પર જે પ્રકરનું કન્ટેન્ટ આવી રહ્યું છે તે ખરેખર સરસ છે. મારા ઘણા બધા ટેલેન્ટેડ મિત્રો જેઓ વર્ષોથી ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તેમને મોકો મળ્યો છે. તેમને વિવિધ પાત્રો દ્વારા તેમની ટેલેન્ટને રજૂ કરાવાનો મોકો મળી રહ્યો છે. આ સાથે તેણે ઉમેર્યું હતું કે, ઓટીટી પ્લેટફોર્મ્સ એક પેરેરલ ઈન્ડસ્ટ્રી તરીકે ઊભી થઈ રહી છે. જેનાથી બોલિવૂડ ફિલ્મ મેકર્સ માટે પણ કોમ્પિટિશન ઊભી થઇ છે. જે ખરેખર સારી છે. ઓડિયન્સને હવે, યુનિક કન્ટેન્ટ જાેવા મળી રહ્યું છે. વેબ પર અનેક નવા શો આવી રહ્યા છે. જે બધાને ઈન્સ્પાયર કરે છે અને સારી વાર્તાઓ બહાર આવી રહી છે.
Recent Comments