ઓડિશન આપ્યા બાદ રિજેકટ થવાનું મને ખૂબ દુઃખ લાગે છે : નેહા શર્મા
અભિનેત્રી નેહા શર્માએ અભિનયની શરૂઆત ૨૦૦૭માં સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી કરી હતી. તેની પહેલી હિન્દી ફિલ્મ ૨૦૧૦માં ક્રૂક આવી હતી. એ પછી તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત કામ કરી રહી છે. મારી અસલી જિંદગીમાં હું ગ્લેમર છું એ કારણે મને કોઇ ગંભીરતાથી લેતું નથી. આ કારણે મને અનેક ફિલ્મમાંથી રિજેકટ કરવામાં આવી છે. ઓડિશન આપ્યા બાદ રિજેકટ થવાનું મને ખૂબ દુઃખ લાગે છે. નેહાએ કહ્યું કે હું ઇન્ડસ્ટ્રીમાં ઘણાં વર્ષથી કામ કરી રહી છું,
પરંતુ મને એક ક્રેડિબલ એકટર દ્વારા સિરિયસલી લેવામાં નથી આવતી, કારણ કે હું મોડલિંગના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. કાસ્ટિંગ ડિરેકટરના કહ્યા મુજબ હું ચોક્કસ પ્રકારના પાત્રમાં જ ફિટ બેસું છું અને એથી મારું કામ લિમિટેડ થઈ જાય છે. હું હજી પણ દરેક પ્રોજેકટ માટે ઓડિશન આપું છું અને જ્યારે મને રિજેકટ કરવામાં આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. નેહાની ફિલ્મ ‘આફત-એ-ઇશ્ક’ તાજેતરમાં આવી હતી. જેમાં તેણે અલગ જ પાત્ર ભજવવા મળ્યું તેની તેને ખુબ ખુશી છે.
Recent Comments