fbpx
રાષ્ટ્રીય

ઓડિશાના નયાગઢ જિલ્લામાં બાળકી પર બળાત્કાર કરનાર ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

લાખો પ્રયાસો છતાં બળાત્કારની ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરનો મામલો ઓડિશાનો છે, જ્યાં ૨૧ વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર થયો હતો. પીડિત યુવતીની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને બળાત્કારના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટના ઓડિશાના નયાગઢ જિલ્લામાં બની હતી. ૨૬ ઓક્ટોબર શનિવારના રોજ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે બળાત્કારની આ ઘટના ૨૦ ઓક્ટોબરની સાંજે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત યુવતી અને તેનો મંગેતર ફતેહગઢ રામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન પીઠાળ જંગલ પાસે કેટલાક લોકોએ તેમને અટકાવ્યા હતા અને બંનેને જંગલમાં લઈ ગયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ યુવતીના મંગેતરને ચાકુની અણી પર બંધક બનાવીને તેને મારપીટ પણ કરી હતી, ત્યારબાદ તેઓએ યુવતીને બાંધી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને જંગલમાં છોડી દીધી હતી. ઘટનાના ત્રણ દિવસ પછી ૨૪ ઓક્ટોબરે આ સંબંધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે આરોપીઓએ ગેંગરેપનો વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. થોડી જ વારમાં આ વિડીયો વાઈરલ થઈ ગયો જેણે હલચલ મચાવી દીધી. વીડિયો સામે આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી અને પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઓડિશા પોલીસ હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, પોલીસે ગેંગ રેપના સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વુમન એન્ડ ચિલ્ડ્રન યુનિટના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ક્રાઈમ એસ. શાઇની આ બાબત પર નજર રાખી રહી છે.

Follow Me:

Related Posts